વડોદરા કોર્પો. દ્વારા રૂ.૩૫૫૪.૫૧ કરોડનું બજેટ રજૂ કરાયું

0
6

વડોદરા,તા.૨૪
વડોદરા મ્યુનિસિલ કમિશન અજય ભાદુએ વર્ષ ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. રૂ.૩૫૫૪.૫૧ કરોડના બજેટમાં કરવેરાના દરમાં કોઈ જ વધારો કરાયો નથી. બજેટમાં મુખ્ય ધ્યાન પ્રાથમિક સુવિધાઓ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
વડોદરા કોર્પોરેશનના વર્ષ ૨૦૧૯-૨૦ના ડ્રાફટ બજેટમાં મુખ્ય ધ્યાન પ્રાથમિક સુવિધાઓ પર કેન્દ્રિત કરાયું છે. જેમાં પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો પર પ્રથમવાર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ ઉપરાંત બજેટમા ઈઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન આપવા માટે માલિકી અને ભાડુઆતના રહેણાંકના ભારંકનો અડધો ટકો તફાવત રદ કર્યો છે. જેનાથી કોર્પોરેશનની આવક ૩ કરોડ જેટલી ઘટશે પરંતુ કોર્પોરેશનમાં ૩૦ હજારથી વધુ ભાડુઆત મિલકતના વેરાના વિવાદના જે કેસો પેન્ડીંગ છે તેનો નિકાલ આવશે.
બજેટમાં ગુમાસ્તા ધારામાં લાયસન્સની મુદ્દત વધારીને પાંચ વર્ષ કરાઈ છે. સાતમા પગાર પંચના કારણે ચાલુ વર્ષે કુલ મહેસુલી આવકના ૫૨ ટકા ખર્ચ માત્ર મહેકમ પાછળ જ થવાનો છે. જે કોર્પોરેશન માટે સૌથી મોટો પડકાર છે. કોર્પોરેશને ગત વર્ષ કરતા બજેટમાં ૨૦૦ કરોડનો ઘટાડો કર્યો છે.
વડોદરા કોર્પોરેશનના ડ્રાફટ બજેટમાં ટૂંક સમયમાં વોટર મીટર પોલીસી અમલમાં મુકવાની વાત કરાઈ છે. સાથે જ ટ્રાફીકની સમસ્યા દુર કરવા અટલાદરા માંજલપુર રોડ પર રેલવે ઓવર બ્રીજ બનાવાશે તો અલકાપુરીમાં મલ્ટીલેવલ પાર્કિગ બનાવાશે. પાલિકા વાસણા ભાયલી ખાતે નવુ ફાયર સ્ટેશન બનાવશે તેમજ રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા માટે ખંટબા ખાતે ૧૦૦૦ ઢોરોના દેખરેખ માટે પશુધન કેર સેન્ટર પણ બનાવાશે.
શહેરના લોકોને પુરતી આરોગ્ય સુવિધાઓ મળી રહે એ વાતને ધ્યાનમાં રાખીને આગામી વર્ષ દરમિયાન ૬ નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાની પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત પાલિકા આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, બાપોદ ટાંકી વિસ્તારોમાં નવીન નેટવર્કની કામગીરી કરાશે. તેમજ માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો માસ્ટર પ્લાન બનશે
વડોદરાના બહારના વિસ્તાર સાથે કનેકટીવીટી આપવા માટે માસ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ડેવલપ કરવા માસ્ટર પ્લાન બનાવાશે. વર્ષ ૨૦૧૯-૨૦ના ડ્રાફટ બજેટમાં વડોદરા શહેરના ફરતે વિકસીત થઈ રહેલા વિસ્તારો તેમજ ઈન્ડસ્ટ્રીયલ એરીયાને શહેર સાથે કનેકટીવીટી આપવા માટે માસ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ડેવલપ કરવા માટેનો માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી ૧ કરોડના ખર્ચે કરાશે. જેમાં રેલવે અને કોર્પોરેશન વચ્ચે એમઓયુ કરવામાં આવી શકે છે. જેના અંતર્ગત વડોદરાથી બહાર ૪૦ ટ્રેનો દોડાવી શકાય છે અથવા તો બસ પણ દોડાવાનું આયોજન કોર્પોરેશનનું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY