ઓદ્યોગિક નગરી મોરબીમાં લેબર કોર્ટનો શુભારંભ, કેસોનો ઝડપી નિકાલ થશે.

0
175

ઓદ્યોગિક નગરી મોરબીને જીલ્લાનો દરજ્જો મળ્યા બાદ ગુજરાતમાં ઓદ્યોગિક ક્ષેત્રે દ્વિતીય ક્રમે રહેતા મોરબીમાં લેબર કોર્ટની જરૂરિયાત હોય જેથી મોરબીમાં લેબર કોર્ટ શરુ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુરી મળતા આજે લેબર કોટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે કોર્ટ દર મહિનાના ત્રણ અઠવાડિયા મોરબીના ન્યાય મંદિર સંકુલમાં કાર્યરત રહેશે.

મોરબીમાં લેબર કોર્ટનો શુભારંભ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના ચેરમેન એસ.આઈ. ટીંબલીયાના હસ્તે કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ રીઝવાનાબેન ઘોઘારી, બાર એસો પ્રમુખ જીતુભા જાડેજા, ઉપપ્રમુખ મનીષભાઈ જોષી, સેક્રેટરી બાબુલાલ હડીયલ, જોઈન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરિયા, કારોબારી સભ્ય કેતનભાઈ ટીડાણી, ઉદયરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને યોગેશભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા લેબર કોર્ટના જજ તરીકે જે.જી. બ્રહ્મભટ્ટની નિમણુક કરવામાં આવી છે

મોરબી જીલ્લાની લેબર કોર્ટમાં ૪૦૦ જેટલી ફાઈલો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અને મોરબી લેબર કોર્ટમાં ફેક્ટરી અકસ્માત વળતર સહિતનો સમાવેશ થાય છે લેબર કોર્ટના ઉદઘાટનમાં લેબર સ્ટાફ વોરાભાઇ તેમજ ડીસ્ટ્રીકટ કોર્ટના જયભાઈ સાંગાણી સહિતનાઓએ ખુશી વ્યક્ત કરી હતી મોરબીમાં લેબર કોર્ટનો પ્રારંભ થતા હવે સિરામિક અને ઘડિયાળ નગરી મોરબીમાં ઝડપી કાર્યવાહી થશે જેથી ફેકટરીના માલિકો અને મજુર વર્ગને ફાયદો મળી રહેશે

રિપોર્ટર. રાહુલ નગવાડિયા
મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY