ઘરનો નોકર રૂ.૧૪ લાખના ચાંદીનાં વાસણો ચોરી ફરાર

0
9

વડોદરા,તા.૨૪
વડોદરાના અકોટામાં રહેતાં ઉદ્યોગપતિના બંગલામાં ઘરકામ કરતો નોકર સોનાના દાગીના અને ૧૦ કિલો ચાંદીના વાસણો, જવેરાત મળીને રૂ.૧૪ લાખની મત્તા ચોરી ગયો હતો. તા. ૧૬મીથી ઘર છોડીને ચાલ્યા ગયેલા નોકર નરસિંહ સામે ઉદ્યોગપતિએ ગોત્રી પોલીસ મથકે લેખીત ફરિયાદ આપી છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના અકોટા તાજ હોટલ પાસેથી ચિનાર વુડ સોસાયટીમાં રહેતાં રામક્રિષ્ણ તિવારી પાદરા, નરસિંહપુરા ખાતે ફેક્ટરી ધરાવે છે. જેમાં ઇન્ડસ્ટ્રીયઅલ ગુડ્‌સનું ઉત્પાદન કરવામાં આવે છે. રામક્રિષ્ણભાઇએ જણાવ્યું હતું કે, મારા મિત્રના રેફરન્સથી આશરે બે વર્ષ પૂર્વે નરહરિ નામના નોકરને ઘરે કામ માટે રાહ્યો હતો. તે ચિનારવુડ સોસાયટીના બંગલાના બેઝમેન્ટમાં સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતો હતો.
રામકિષ્ણભાઇના ઘરમાં થોડાક દિવસ પહેલા વિખ્યાત કથાકાર રમેશ ઓઝા આવ્યા હતા અને થોડાક દિવસ સુધી રોકાણ કર્યું હતું. તેમના માટે લગભગ ૧૦ કિલો ચાંદીના વાસણો વેગળા રાખવામાં આવ્યા હતા. તા.૧૬મીના રોજ સવારે ૮.૩૦ વાગ્યાના સુમારે રામકિષ્ણભાઇ ઘરના બગીચામાં હિંચકે ઝૂલતા હતા.
જ્યારે પુત્ર અને પુત્રવધુ પહેલા માળે હતા ત્યારે નોકરને મોકળું મેદાન મળ્યું હતું. અને ૧૦ કિલો ચાંદીના વાસણો તથા રામક્રિષ્ણાભાઈની અંગૂઠી, ગડિયાળ અને પત્નીની બંગડીઓ મળીને લગભગ ૧૪ લાખની મતા ચોરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ઉદ્યોગપતિએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY