વડોદરા,તા.૨૮
શહેરના ગોત્રી વિસ્તારની સોસાયટીમાં બપોરના સમયે એક મકાનના તાળા તોડી ઘૂસેલા તસ્કરને લોકોએ રંગે હાથ ઝડપી પાડતા બેડ પર મુકેલી ઝવેરાત અને કેશ બચી ગયા હતા.
હરીનગર ટાંકી પાસે સુશીલા પાર્ક સોસાયટીમાં રહેતા કશ્યપ ભાઈ આચાર્ય તા.૨૪મીએ રાજકોટ ખાતે તેમના સાળીને ત્યાં લગ્નમાં ગયા હતા ત્યારે બપોરે એક તસ્કર તેમના મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસ્યો હતો.
તસ્કરે તિજારી તોડી તમામ ચીજા વેરવિખેર કરી હતી અને લોકર, દાગીના તેમજ રોકડ રકમ બેડ ઉપર મુક્્યા હતા. આ વખતે કોઈનું ધ્યાન જતાં તેણે બુમરાણ મચાવી હતી અને સોસાયટીના લોકોને ભેગા કર્યા હતા.
ટોળાએ મકાનને ઘેરી તસ્કરને બહાર કાઢ્યો હતો અને મેથીપાક ચખાડી ગોત્રી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં પકડાયેલા તસ્કરનું નામ નામ ઇન સાબલી સજજાદઅલી સૈયદ રહે. દતિયા ગામ, મધ્ય પ્રદેશ હોવાનું ખુલ્યું હતું. પકડાયેલા તસ્કર સાથે તેના અન્ય સાગરીતો પણ હોવાની વિગતો બહાર આવતા પોલીસે તેના સાગરીતોની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



