શરાબનો જંગી જથ્થો લાવતી ટ્રક અને ટેન્કર ઝડપાયો, રૂ.૩૮ લાખનો મુદ્દામાલ કબજે

0
3

વડોદરા,તા.૨૯
રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારૂના મોટા જથ્થાને ફરી એકવાર પોલીસે ઝડપી પાડ્યો છે. શામળાજી ચેકપોસ્ટ પાસે પોલીસે દારૂ ભરેલી ટ્રક અને ટેન્કર કબજે કરી વડોદરામાં ઠલવાનારો રૂ.૧૯ લાખનો દારૂ અને બે વાહનો મળી કુલ રૂપિયા ૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શામળાજી પાસે વેણપુર ગામ નજીક તા.૨૮મીએ બપોરે વાહન ચેક કરતી પોલીસની ટીમે બાજરીની ગુણો ભરેલી ટ્રક માંથી રૂ.૯.૫૦ લાખની કિંમતની શરાબની કુલ ૩,૧ ૬૮ નંગ બોટલો કબજે કરી હતી.
પોલીસે રાધેશ્યામ લક્ષ્મણ નાથ યોગી રહે. દાતડા, જયપુર, રાજસ્થાનની ધરપકડ કરતા તેણે આ જથ્થો તેના ગામના માંગીલાલે મોકલ્યો હોવાનું અને વડોદરા જિલ્લાના કરજણ ગામ પહેલા માંગીલાલને ફોન કરી માંગીલાલ કહે તે પ્રમાણે ડીલીવરી આપવાની હોવાની કબૂલાત કરી હતી.પોલીસે દારૂનો જથ્થો કબજે કરી મોબાઈલને આધારે તપાસ હાથ ધરી છે.
આ જ રીતે શામળાજીના અણસોલ ગામ પાસે પણ પોલીસે કેમિકલના કારબા અને ડ્રમ ભરેલી ટેન્કરમાં ચેક કરતા અંદર બનાવવામાં આવેલી પતરાની ટાંકીમાંથી રૂ. ૭.૮૨ લાખની કિંમતની દારૂની ૧૮૩૬ બોટલો મળી આવી હતી.
પોલીસને જાઈ ડ્રાઇવર ઉર્ફે મનોજ રામ કુમાર હરિયાણા ભાગી છૂટ્યો હતો. જ્યારે ક્લીનર મુકેશ ગટુ ઉર્ફે ગણેશ મીના રહે.બારાપાલ ગામ, ઉદેપુર ઝડપાઈ ગયો હતો.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે રહેતા વિકાસ કુમારે મંગાવ્યો હોવાની વિગતો ખુલી હતી. ઉપરોક્ત બનાવ બાદ વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY