વડોદરા,તા.૨૯
વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ૪ લૂંટારૂઓ મારક હથિયારો સાથે ત્રાટકિયા હતા. અને ગોડાઉનમાં રહેતા અને ભંગારનો વેપાર
કરતા વેપારી અને તેમની સાસુના વાળ પકડી માર મારી રૂપિયા ૫૦ હજાર રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
વિશ્વામિત્રી પુલ પાસે ચંદુભાઇ ચૌહાણનું ભંગારનું ગોડાઉન આવેલું છે. આ ભંગારના ગોડાઉનમાં તેઓ તેમજ તેમના સાસુ ભારતીબહેન અને સસરા મનોહરભાઇ રહે છે. ૨૮ જાન્યુઆરીએ મનોહરભાઇ મહારાષ્ટ્ર ગયા હતા. સાસુ અને જમાઇ ગોડાઉનમાં એકલા હતા. મોડી રાત્રે ૪ જેટલા લૂંટારૂઓ લાકડીઓ તેમજ લોખંડની પાઇપો સાથે ત્રાટક્્યા હતા. અને નિંદ્રાધિન ચંદુભાઇ ચૌહાણને ઉઠાડી માર માર્યો હતો. અને તિજારીની ચાવી માંગી હતી.
વેપારીએ ચાવી સસરા પાસે હોવાનું જણાવતા લૂંટારૂએ તેઓના વાળ પકડી વધુ માર માર્યો હતો. ત્યારબાદ લૂંટારૂઓ અન્ય જગ્યાએ સૂતેલા ભારતીબહેન પાસે ગયા હતા. અને તેઓના વાળ પકડીને ઉઠાડ્યા હતા અને તેમને માર મારી તિજારીની ચાવી માંગી હતી. લૂંટારૂઓ વેપારીની સાસુ તરફ જતા વેપારી ઉઠીને બહાર સૂઇ ગયેલા મજૂરોને બોલાવવા ગયા હતા. પરંતુ, મજૂરો મદદ કરવાને બદલે લૂંટારૂઓથી ડરીને ફરાર થઇ ગયા હતા. મજૂરો મદદે ન આવતા વેપારીએ ગોડાઉનની બાજુમાં રહેતા શાંતાબહેન તથા અન્ય લોકોને ઉઠાડ્યા હતા. જાકે, લોકો આવે તે પહેલાં લૂંટારૂઓ તિજારી તોડી તેમાંથી રૂપિયા ૫૦ હજાર રોકડ લૂંટી વિશ્વામિત્રી કોતર તરફ ફરાર થઇ ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




