વડોદરા,તા.૭
વડોદરાના મકરપુરા વિસ્તારમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગાડીમાં જઈ રહેલા યુવાનના પેન્ટના ખિસ્સામાં પડેલા વીવો કંપનીના મોબાઈલમાં બ્લાસ્ટ થયો. મોબાઈલમાં બ્લાસ્ટ થતા વિજય શર્માના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ચાલુ ગાડીએ મોબાઈલ બ્લાસ્ટ થતા ગાડીનો પણ અકસ્માત થયો હતો.
આ ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાકે સદનસીબે મોટી જાનહાની થવા પામી ન હતી. પરંતુ જા કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
મકરપુરામાં રહેતા વિજય શર્માના મોબાઇલનો બ્લાસ્ટ થતા એક ચર્ચાનો વિષય બન્યો છે. હાલ આ પ્રકારે મોબાઇલમાં બ્લાસ્ટ થતા તપાસ પણ જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



