અબોલ જીવને કાતિલ ઠંડીથી બચાવવા ખાસ ગ્રીન નેટની વ્યવસ્થા

0
4

વડોદરા,તા.૨૧
રાજ્યમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ અસહ્ય ઠંડી વચ્ચે માનવ સમુદાયને રહેવું દુસ્કર બન્યું છે. અહિ આવેલ પક્ષીઓના એનક્લોઝર ફરતે ગ્રીન નેટ લગાવીને રાત્રીની કાતિલ ઠંડી સામે રક્ષણ આપવાની કામગીરી સહિત તેમના ખોરાક માટે પણ ઝુ ઓથોરિટીએ ચિંતા કરી છે. પક્ષીઓ સામાન્ય રીતે ઠંડીમાં રહેવા ટેવાયેલા હોય છે પરંતુ તે કુદરતી વાતાવરણમાં પોતાને સુરક્ષિત કરી લેતાં હોય છે પરંતુ જ્યારે પ્રાણી સંગ્રાહાલયમાં રાખવામાં આવેલ પક્ષીઓ બંધ એંક્લોઝરમાં રહેતા હોવાને કારણે તેમની વિશેષ કાળજી લેવામાં આવે છે. પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસ સહિત ઠંડી સામે રક્ષણ મળે તે માટે પૌષ્ટિક આહાર પણ પક્ષીઓ અને પ્રાણીઓને પૂરો પાડવામાં આવે છે.
પ્રાણી સંગ્રાહાલયમાં આવેલ વાઘ સિંહ અને દીપડાના પાંજરાઓમાં સૂકા લાકડાની મદદથી અગ્નિ પેટાવવામાં આવે છે જે સમગ્ર રાત્રી દરમિયાન પિંજરામાં રહેલા પ્રાણીઓને કાતિલ ઠંડી સામે રક્ષણ આપે છે. ખાસ કરીને શાહુડી અને જમીન પર રહેતાં કાચબા માટે ગરમ ઘાસની વ્યવસ્થા ઝુ સત્તાધીશોએ કરી છે. શિયાળાની ઋતુને ધ્યાને રાખીને દરરોજ પ્રાણીઓને પૌષ્ટીક આહાર પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત પ્રતિ દિવસ ઝુ ના વેટેનરી અધિકારી દ્વારા નિયમિત પશુઓ અને પક્ષીઓનું હેલ્થ ચેક અપ કરવામાં આવે છે. ઝુ ના કિયુંરેટરએ જણાવ્યું હતું કે, ઝુ પાસે ઠંડીના સમયમાં પ્રાણીઓને કોઈ તકલીફ ન પહોંચે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણી પક્ષીની સારવાર માટે જરૂરી જથ્થો પણ ઝુ ઓથોરિટી પાસે પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY