૧૦૦ કરોડના ખર્ચે બનેલા વડોદરાના સીટી કમાન્ડ કંટ્રોલરૂમમાં અનેક ટીવી બંધ હાલતમાં

0
92

વડોદરા,
તા.૧૧/૦૩/૨૦૧૮

અપૂરતો સ્ટાફ, પ્રજાના પૈસાનું આંધણ કરવાનો કારસો

શહેરમાં સલામતી, સીટીબસ, ડોર ટુ ડોરની સુવિધા તેમજ અન્ય કામગીરી પર સતત બાજનગર રાખવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૃ.૧૦૦ કરોડના ખર્ચે કેમેરા તેમજ સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કર્યું. જેમાં પુરતો સ્ટાફ અને અનેક ટીવી બંધ હાલતમાં હોવાની જાણ મેયરને થતાં તેઓએ કંટ્રોલ રૃમની ઓંચીતી મુલાકાત લઈ કંટ્રોલ રૃમ જરૃરી તમામ વ્યવસ્થા શરૃ કરવા સુચના આપી હતી. મળતી સુવિધાની માહિતી ઓટોમેટિક એલર્ટ વ્યવસ્થા ગોઠવવા સૂચના શહેરની મધ્યમાં બદામડી બાગમાં કોર્પોરેશને સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૃમનો પ્રારંભ કર્યાને છ મહિનાનો સમય થઈ ગયો છતાં યોગ્ય રીતે કાર્ય નહી થતાં હજુ અનેક સુધારા જરૂરી હોવાનું જાણવા મળે છે. શહેરમાં લગાવવામાં આવેલા કેમેરાને કારણે વડોદરામાં પ્રજાને મળતી શહેરી બસ સુવિધા, ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની ગાડીઓ કયા રૃટ પર જાય છે. તેની કોઇ જાણકારી મળતી નથી આ ઉપરાંત જીઆઇએસને પણ કંટ્રોલરૃમ સાથે જાડવાની કામગીરી બાકી છે.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી મેયરે કંન્ટ્રોલરૃમની ઓચીંતી મુલાકાત લેતા કર્મચારીઓની સંખ્યા ઓછી અને અનેક ટીવી પણ બંધ હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. મેયરે વિવિધ વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી કંટ્રોલ રૃમ બનાવ્યા બાદ હવે પ્રજાને મળતી તમામ સુવિધાનું ઓટોમેટીક એલર્ટ વ્યવસ્થા ગોઠવવા સુચના આપી હતી. જીઆઇએસ મેપીંગ કાર્યવાહી પણ વહેલી તકે પૂર્ણ કરવા સુચના આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY