શરમજનક,ઝાંસીની મેડિકલ કાલેજમાં ડાક્ટરે દર્દીના પગનું ઓશિકુ બનાવ્યું

0
161

ઝાંસી,
તા.૧૧/૦૩/૨૦૧૮

સમગ્ર મામલે બે ડાક્ટર,બે નર્સ સસ્પેન્ડ

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. દર્દીના મસીહા કહેવાતા ડાકટર અહીં કસાઇની ભૂમિકામાં નજર આવ્યા. દર્દીના કપાયેલા પગનો તેનો જ તકિયો બનાવી દીધો. તમને અંદરથી કંપાવી દેતી આ ઘટના ઝાંસીના લહચુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીંના ગામ ઇટાયલમાંથી એક સ્કૂલ બસ બાળકોને લઇ મઉરાનીપુર જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ટ્રેકટરને બચાવા જતાં બસ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઇ. આ ઘટનામાં બસ ક્લીનર ઘનશ્યામ સહિત અડધો ડઝન બાળકો ઘાયલ થયા.

બસ કલીનરની સ્થતિ નાજુક હતી, તેના લીધે તેને ઝાંસી મેડિકલ કોલેજ રેફર કરાયો હતો. અહીંના ડાકટરે તેની સારવાર કરી પરંતુ તેનો એક પગ બચાવી શકયા નહીં અને ડાબો પગ કાપવો પડ્યો. અહીં સુધી તો બધું બરાબર હતું ડાકટર્સે વ્યવસ્થત સારવાર કરી ફરજ નિભાવી. ત્યારબાદ ઘનશ્યામની સાથે જે થયું તે એકદમ ડરામણું છે. ઘનશ્યામને જે ડાબા પગે ઇજા થઇ હતી તે કાપ્યા બાદ તેનો જ ઘનશ્યામનો તકિયો બનાવી દીધો હતો.

ઘનશ્યામને ઇજા થયાના સમાચાર મળ્યા બાદ જ્યારે તેના જીજાજી જાનકી પ્રસાદ ત્યાં પહોંચ્યા તો ભયાનક તસવીર જાઇ ગભરાઇ ગયા. તેમણે ડાકટર્સને કેટલીય વખત પગ હટાવા માટે કહ્યું, પરંતુ ડાકટર્સે એક ના સાંભળી.

સારવાર દરમ્યાન તેનો પગ કાપવામાં આવ્યો હતો. સમગ્ર મમાલો ત્યારે સામે આવ્યો જ્યારે કાપેલા પગને ઓશિકુ બનાવ્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો. ઘટના બાદ હરકતમાં આવેલા હોસ્પિટલ તંત્ર દ્વારા મેડિકલ ઓફિસર ડો. મહેન્દ્રપાલ સિંહ, ડો. આલોક અગ્રવાલ અને, સિસ્ટર ઈન્ચાર્જ શશિ શ્રીવાસ્તવ અને સ્ટોપ નર્સ દીપાને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે આ મામલે હોસ્પિટલ દ્વારા તપાસ માટે એક કમિટિની રચના પણ કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY