સુરત,
તા.૧૧/૦૩/૨૦૧૮
ઉમરા પોલીસે ચાના વેપારીના અપહરણ કેસમાં સંડોવાયેલા અનિસ માંજરાની કરી ધરપકડ
થોડા દિવસો અગાઉ બીટકોઈનના નામે ચાના વેપારીનું અપહરણ થયું હતું. આ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ પોલીસ કર્મી અનિસની આજે ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.
ઉમરા વિસ્તારમાંથી થોડા દિવસો અગાઉ ચાના વેપારીનું બીટકોઈનના નામે ત્રણેક ઈસમોએ ધોળા દિવસે અપહરણ કર્યું હતું. બાદમાં બીટકોઈ ન મળતાં આ વેપારીને સહિસલામત છોડી દેવામાં આવ્યો હતો. જા કે આ કેસમાં પોલીસ કર્મી અનીસ ઉર્ફે માંજરો પણ સંડોવાયેલો હતો. સસ્પેન્ડેડ અનિસને આજે ઉમરા પોલીસે ઝડપી પાડ્યોહતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.
અનિસ ઉર્ફે માંજરો અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું. સસ્પેન્ડ થયેલ અનિસ ઉર્ફે માંજરાએ ત્યારબાદ અન્ય એક ગુનામાં પણ સંડોવણી બહાર આવી હતી. ત્યારે વેપારીના અપહરણના ગુનામાં પોલીસે ફરી તેની ધરપકડ કરી છે. અને આ વખતે બીટકોઈનનો ચર્ચાસ્પદ મુદ્દો હોવાથી અનિસ સામે આકરા પગલાં ભરવામાં આવે તેવું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"