વડોદરામાં કોંગ્રેસે એપ્રિલ ફૂલને ઉજવ્યો ફેંકુ દિવસ, કર્યા સુત્રોચ્ચાર

0
75

વડોદરા,
તા.૧/૪/૨૦૧૮

એપ્રિલ મહિનાની પહેલી તારીખે એપ્રિલ ફૂલ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ફેંકુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થત રહ્યા હતા.

વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ આજે ફેંકુ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આક્ષેપ કરતા કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યુ હતુ કે, એપ્રિલ મહિનાની પહેલી તારીખે લોકો મંનોરંજન માટે એપ્રિલ ફૂટની ઉજવણી કરે છે પરંતુ સત્તા મેળવવા માટે હાલના પ્રધાનમંત્રીએ વચનો અને સપનાઓની એવી તો લ્હાણી કરી કેસ વિશ્વમાં તેમને પોતાની ખ્યાતી ફેકુ તરીકે મેળવી લીધી. આ કારણે જ આજે અમે એપ્રિલ ફૂલ દિવસને ફેંકુ દિવસ તરીકે ઉજવણી કરી છે.

કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચારો કર્યા હતા કે, ૧૫ લાખના નામે બનાવ્યા એપ્રિલફૂલ, કાળા ધનના નામે બનાવ્યા એપ્રિલફૂલ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY