વડોદરા શહેરના કારેલીબાગ બુદ્ધદેવ કોલોની સ્થિત વિષ્ણુકુંજ સોસાયટીના મકાનમાં ગતરોજ આગ ફાટી નીકળી

0
14

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના કારેલીબાગ બુધ્ધદેવ કોલોનીમાં આવેલી 43, વિષ્ણુકુંજ સોસાયટીમાં આર.પી. પટેલ નામના વ્યક્તિ પરિવાર સાથે રહે છે. આજે સવારે તેમના મકાનના બેડરૂમમાં અચાનક આગ લાગતા પરિવારજનો ગભરાઇ ગયા હતા. અને આગથી બચવા માટે દોડધામ કરી મુકી હતી. મકાનમાં આગ વધુ પ્રસરે તે પહેલાં જ પરિવારજનોએ મકાનના રૂમમાંથી વદ્ધને ઉંચકીને બહાર લઇ આવ્યા હતા. જોકે આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને પાણીમારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી. આજે સવારે લાગેલી આગના આ બનાવે વિષ્ણુકુંજ સોસાયટીમાં દોડધામ મચી ગઇ હતી. બીજી બાજુ આગના આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી. આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ મોટુ આર્થિક નુકશાન થયું હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ફાયર બ્રિગેડને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પરંતુ શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જણાઇ આવે છે. આગ ચોક્કસ કેવી રીતે લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર રોનક ભાવસાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY