વડોદરા રૂરલ માં કરજણ તાલુકામાં દેશી દારૂ ની રેલમછેલ!?

0
381

વડોદરા રૂરલ માં કરજણ તાલુકામાં દેશી દારૂ ની રેલમછેલ!?વડોદરા જિલ્લા ના કરજણ તાલુકા ના પિંગલવાળા ગામ આવેલુ છે આ ગામ આશરે 2000 ની વસ્તી ધરાવે છે.લોકચર્ચા મુજબઆ ગામ માં દેશી દારૂ ની ભઠ્ઠી ધમધમે છે. આજરોજ વહેલી સવારે પિંગલવાળા ગામ માં રહેતા અર્જુનસિંહ રાયસિંહ ચૌહાણ નું કથિત દેશી દારૂ પીવાથી કરુણ મોત નિપજ્યુ હતું.કહેવાય છે કે કરજણ પોલીસ ને વારંવાર રજુઆત કરવા હોવા છતા કોઈ ઉકેલ જોવા ન મળતા આજરોજ સરપંચ..ડે. સરપંચ.માજી.સરપંચ.અને 40 થી વધુ ગામ લોકો ને દેશી દારૂ ની ભઠ્ઠી ઉપર જનતા રેડ કરવાની ફરજ પડી હતી. રેડ કર્યા બાદ કરજણ પોલીસ ઘટના સ્થળે આવી ને દારૂ નો કેસ કરવાની જગ્યાએ માત્ર મૃતક ની એડી દાખલ કરી સંતોષ માન્યો હતો. રજુઆત કરવા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. પિંગલવાળા ગામ માં દેશી દારૂ ના અડ્ડા છેલ્લા કેટલાય વર્ષ થી ચાલતું હોવાનું અને દેશી દારૂ નું વેચાણ થતું હોવા ની વાત થી કરજણ પોલીસ અજાણ છે કે શુ? તેમ લોકચર્ચા એ જોર પકડ્યું છે જ્યારે આજરોજ પિંગલવાળા ગામના લોકોએ દેશી દારૂ ના અડ્ડા ઉપર રેડ કરી દરમિયાન

(1)ભીખા ભાઈ ચતુર ભાઈ વસાવા(2)રમેશ ભાઈ ભીખા ભાઈ વસાવા(3)રમેશ ભાઈ બાધર ભાઈ વસાવા(4)પ્રવીણ ભાઈ બાંધર ભાઈ વસાવા.ના કથિત દેશી દારૂ ના અડ્ડા ઉપર થી દારૂ નો વોશ ઝડપી પાડ્યો હતો તેમજ દેશી દારૂ આશરે 40 લીટર થી વધુ ઝડપી પાડ્યો હતો.કહેવાય છે કે બુટલેગર કરજણ પોલીસ સ્ટેશન ના જમાદાર ને તથા સાહેબ સાથે સબંધ છે તો બીક શાની ?જે કામ પીગળવાળા ગામ ના રહીશો એ કામ કર્યું તે કામ કરજણ પોલીસે કેમ ના કર્યું તે પણ તપાસ નો વિષય છે.કરજણ પોલીસ દેશી દારૂ ના બુટલેગર ને છાવરે છે ? હજુ પણ પીગળવાળા ગામ દેશી દારૂ ના બુટલેગર પોલીસ પકડ થી દૂર છે અને આગામી દિવસો માં કરજણ પોલીસ દેશી દારૂ વેચવાનો ધધો બંધ નહીં કરાવે તો ગામ માં જનતા રેડ કરવાની પીગળવાળા ગામ ના લોકો ને ફરજ પડશે ?કરજણ પોલિસ કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહી છે?હજુ પણ કરજણ પોલીસ સ્ટેશન હદ આવતા સંભોઈ,હરસુંડા,અણ્સ્તું.વિગેરે ગામોમાં દેશી દારૂ ના અડ્ડાઓ ધમ ધમતા હોવાનું ચર્ચાય છે તો કરજણ પોલીસઅડ્ડા બંધ કરાવશે ખરી. કે પછી ! તેરી ભી ચુંપ .મેરી ભી ચૂપ તેવી પરિસ્થિતિ આવશે? પીગળવાળા ગામ ના બુટલેગર ઉપર કાયદેસર કાર્યવાહી થશે? આ ઘટના થી સાબિત થાય છે કે પોલીસ માત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકા માં છે?. કરજણ તાલુકા ના આવતા તમામ ગામો માં દેશી દારૂ બંધ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે ત્યારે પોલીસ કેવા
સમય જ બતાવશે.

વડોદરા-પોર
હિતેશ બી પટેલ
મો.૯૭૧૨૫૪૩૧૯૪

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY