ઉન્નાવ ગેંગરેપ કેસ : ભાજપના ધારાસભ્ય પર નવો આરોપ, ગામમાંથી બે લોકો ગુમ

0
93

લખનઉ,
તા.૧૫/૪/૨૦૧૮

ઉન્નાવ ગેંગરેપ કેસમાં હવે બે લોકો ગાયબ થયાનો દાવો કરાઇ રહ્યો છે. ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ગેંગરેપનો આરોપ લગાવતા પીડિતાના કાકાએ કહ્યું કે ધારાસભ્યના ગુંડે ગામમાં લોકોને ધમકાવી રહ્યાં છે. પીડિતાના કાકાના મતે ધારાસભ્યના ભાઇ અતુલ સિંહ જેલમાંથી જ પોતાના લોકોને ગામવાળાઓને ધમકાવાનો નિર્દેશ આપી રહ્યાં છે. ગામવાળાઓને મોં ખોલવા પર અંજામ ભોગવવાની ધમકી આપી રહ્યાં છે. તેમણે દાવો કર્યો છે કે ગામના બે લોકો ગુમ પણ થયા છે.

પીડિતાના કાકાએ કહ્યું કે શનિવારના રોજ ધારાસભ્ય કુલદીપ સિંહના માણસો બે ગાડીઓ ભરી ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ગામવાળાઓને ધમકી આપી. આપને જણાવી દઇએ કે ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ભાજપ ધારાસભ્ય સેંગરને પૂછપરચ્છ માટે સાત દિવસના રિમાન્ડમાં મોકલ્યા છે. એક સ્થાનિક કોર્ટે સેંગરને ૨૮ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્દેશ આપ્યો. ત્યારબાદ તેમણે કસ્ટડીમાં મોકલવાની સીબીઆઈની અપીલને મંજૂરી આપી દીધી.

સીબીઆઈએ સેંગરને રિમાન્ડ પર લેવાની અરજીમાં કહ્યું કે આરોપી ધારાસભ્ય સત્તારૂઢ પક્ષના છે તે દ્રષ્ટિથી તેમના દ્વારા મૌખિક અને દસ્તાવેજી પુરાવાને પ્રભાવિત કરવાની આશંકા છે. સીબીઆઈ આ કેસમાં શશિ સિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. આ મહિલા પર ઘટનાના દિવસે પીડિતાને ભાજપના ધારાસભ્ય પાસે લઇ જવાનો આરોપ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY