મુખ્યમંત્રી વડોદરાની ગૌરવશાળી વિરાસત પરંપરામાં જોડાયાં:તુલસી વિવાહ માટે જાન જોડીને નીકળેલા ભગવાન નરસિંહજીને ફૂલડે વધાવ્યા,ભગવાનના ચરણ સ્પર્શ કરીને કૃતાર્થ થયા વિજયભાઈ રૂપાણીજી


વિધાનસભા અધ્યક્ષ એ મુખ્યમંત્રી ને બે સદી કરતાં પણ વધુ પુરાતન દેવ દિવાળીના પર્વે નરસિંહજીના વરઘોડાની પવિત્ર પરંપરા અને મહત્વની આપી જાણકારી નવનિર્માણ આંદોલનના શહીદ બાજવાડાના યુવાનના સ્મારક ખાતે આપી પુષ્પાંજલિ વિધાનસભા અધ્યક્ષ ના ધારાશાસ્ત્રી કાર્યાલયની લીધી શુભેચ્છા મુલાકાત
નરસિંહજીના વરઘોડામાં પહેલીવાર રાજ્યના મુખ્યમં જોડાતા ભાવિકો આનંદ વિભોર
ટ્રસ્ટીઓ એ મુખ્યમંત્રીનું કર્યું ઊર્મિસભર સ્વાગત અભિવાદન સન્માન
વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરાની પુરાતન, પવિત્ર અને ગૌરવશાળી વિરાસત પરંપરા સમાન, દેવદિવાળી પર્વના ભગવાન નરસિંહજીના વરઘોડામાં જોડાવા અને જાનૈયા બનવાનો અપૂર્વ લ્હાવો લીધો હતો. ૨ સદી કરતાં પણ વધુ સમયથી ઉજવાતા આ ઉત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી જોડાયાં હોય એવી આ પ્રથમ ઘટનાથી નરસિંહજીના ભાવિક ભક્ત સમુદાયમાં અનેરા આનંદની લાગણી પ્રસરી હતી.
અમદાવાદના ભગવાન જગન્નાથજીની જેમ વડોદરાની મધ્યમાં, હ્રદયસ્થાને, નરસિંહજીની પોળમાં બિરાજતા ભગવાન નરસિંહજી એક અર્થમાં વડોદરાના નગર દેવતા છે. દર વર્ષે તેઓ દેવ દિવાળીએ જાન જોડીને સાજન માજન સાથે રંગે ચંગે તુલસીજી સાથે વિવાહ માટે નગરયાત્રાએ નીકળે છે ત્યારે આખું વડોદરુ હરખઘેલું બને છે. આજે એની ૨૮૧મી કડી ના રૂપમાં નરસિંહજીનો વરઘોડો નીકળ્યો હતો જેના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી એ વરરાજા બનેલા ભગવાનને વધાવ્યા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને અને તેમને માળાજી અર્પણ કરીને કૃતાર્થ થયા હતાં.મુખ્યમંત્રી એ ગુજરાતના શ્રેષ્ઠ અને સર્વોત્તમ વિકાસ, આરોગ્ય અને સાર્વત્રિક ઉત્તમ જનસુખાકારી ના આશીર્વાદ માંગ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને સન ઓફ બાજવાડા રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રી ને આવકાર્યા હતા અને નરસિંહ પૂજનમાં તેમની સાથે જોડાયા હતા. તેમણે મુખ્યમંત્રી ને વડોદરા માટે ભગવાન નરસિંહજીના વરઘોડાના અદકેરા મહત્વની જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ બાજવાડામાં આવેલા નવનિર્માણ આંદોલનના શહીદના સ્મારક ખાતે પુષ્પાંજલિ આપી હતી.
નરસિંહજી મંદિરના ટ્રસ્ટીઓ અને પોળના આગેવાનોએ મુખ્યમંત્રીનું સન્માન અભિવાદન કરવાની સાથે શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.મુખ્યમંત્રીએ બાજવાડામાં આવેલા વિધાનસભા અધ્યક્ષ ના ધારાશાસ્ત્રી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી.તેમણે વડોદરા અને ગુજરાતની પ્રજાને પવિત્ર દેવ દિવાળી અને ગુરૂપર્વની શુભકામનાઓ પાઠવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






