પ્રાદેશિક માહિતી કચેરીના ઊર્મિ વર્માને વયનિવૃત્તિ પ્રસંગે આપવામાં આવી હદયસ્પર્શી વિદાય 

0
30

વડોદરા : પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના માહિતી પરિવારે આજે મધ્ય ગુજરાત ક્ષેત્રના સંયુક્ત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં સરકારે ઠરાવેલી વયમર્યાદાને આધીન નિવૃત્ત થયેલા નાયબ માહિતી નિયામક ઊર્મિ વર્માને હદયસ્પર્શી વિદાય આપી હતી.

સંયુક્ત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ અધિકારીને સંનિષ્ઠા, કાર્ય કુશળતા, મળતાવડાપણું અને દક્ષતાને બિરદાવતા જણાવ્યુ હતું કે, કર્મનિષ્ઠા એ જ માહિતી કર્મમાં, માહિતી ખાતામાં સફળતાનો મંત્ર છે. તેમણે ઊર્મિ વર્માને સુખી અને સ્વસ્થ નિવૃત્ત જીવનની શુભેકામનાઓ પાઠવી હતી.

નાયબ માહિતી નિયામક બી.પી.દેસાઇએ વયનિવૃત્ત થતા અધિકારીને કર્મઠ સેવાઓને બિરદાવતાં જણાવ્યુ કે, ઊર્મિ વર્માએ માહિતી ખાતાની હાર્દ સમી વિવિધ કામગીરી રાત-દિવસ પોતાના પરિવારના પ્રસંગોને અવગણીને પણ નિભાવી છે જે સરાહનીય છે. વયનિવૃત્ત થતા ઊર્મિ વર્માને સુખી અને સ્વસ્થ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ દેસાઇએ પાઠવી હતી.

આણંદના નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાય, ગોધરાના નાયબ માહિતી નિયામક આર.આર.રાઠોડ, દાહોદના માહિતી નિયામક નલિન બામણિયા, સહાયક માહિતી નિયામક કલ્પનાબેન પટેલ,  સંજય શાહ તેમજ  શિલ્પાબેન સોની, અમૃતભાઇ દેસાઇ અને વિરમભાઇ રબારીએ સેવાકાળ દરમિયાનના સ્મરણો વાગોળવાની સાથે શુભકામના પાઠવી હતી.

ઊર્મિ વર્માએ સરકારી સેવાકાળ દરમિયાન મળેલા સહુના સહયોગ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. યાદોને વાગોળતા માહિતી કર્મમાં તેમની સફળતાનું શ્રેય સાથી અધિકારીઓ-કર્મચારીઓના પીઠબળ અને માધ્યમ જગતના અભૂતપૂર્વ પ્રેમ અને વિશ્વાસને આપ્યુ હતું. કચેરીના અધિક્ષક સુખડીઆ અને સુપરવાઇઝર કીર્તન શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ પ્રસંગે સહાયક માહિતી નિયામક સુરેન્દ્ર બલેવીયા સહિત માહિતી પરિવારના કર્મયોગીઓ હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY