બાળાઓ ને ભણતરમાં પુરો કક્કો અને ૧ થી ૧૦૦ બોલતા પણ નથી આવડતું ,શાળામાં ભણતરના નામે મીંડું
એક તરફ ગુજરાત સરકાર દિકરી દેવો ભવ,બેટી વધાવો બેટી પઢાવો ના સુત્રને સાર્થક કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ એક કન્યાશાળામાં જ બાળાઓને ૧ થી ૧૦૦ અને કક્કો શીખવાડવાની જગ્યાએ સફાઇ કામ કરાવાતું હોવાનો વિડિયો વાઇરલ થવા પામતા ચકચાર મચીજવા પામી છે.
અંકલેશ્વરની માંડવા કન્યા શાળામાં ભણવા માટે આવતી ઘોરણ પાંચ થી સાતની બાળાઓને ભણતરનીજગ્યાએ શાળાનું તેમજ શાળા બહારનું સફાઇકામ કરાવાતું હોવાની હકીક્ત દર્શાવતો વાયરલ વિડિયો ગુજરાત સરકારની ભણતરની નિતિના ધજાગરા ઉડાવતું હોય તેમ લાગી રહ્યું છે. અહીં અભ્યાસ કરતી બાળાઓને નથી આવડતો પુરો કક્કો કે નથી આવડતા ૧ થી ૧૦૦ના આંક જે ખુબજ દુ:ખની બાબત છે.સરકારી તંત્ર દ્વારા તાકીદે આ બાળાઓના ભણતરની ગંભીરતા સમજી યોગ્ય પગલા ભરવામં આવે અને બાળાઓને યોગ્ય શિક્ષણ ઉપલબ્ધ કરાવાય તેવી લોક્માંગ ઉઠવા પામી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







