આતાપી વંડરલેન્ડ થીમ પાર્કનું મુખ્ય પ્રવેશદ્વાર ડિઝનીલેન્ડ થીમ પર તૈયાર કરાયું

0
28

વડોદરા,તા.૨૫
વડોદરામાં આવેલા આજવા ગાર્ડનને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં છવાઈ જવા માટે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક અત્યારે તૈયાર છે. આજવા ગાર્ડન ખાતે નવા આતાપી વંડરલેન્ડ થીમ પાર્કના મુખ્ય પ્રવેશદ્વારને જગમશહૂર ડિઝનીલેન્ડ થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આતાપી એ પાલિ ભાષાનો શબ્દ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તેનો અર્થ થાય છે ‘સંતુલિત રહેવું’.
આજવા થીમ પાર્ક એ પ્રકૃતિના ખોળે છે એટલે કે તે કુદરત સાથે આપણું સંતુલન છે. આ થીમ પાર્કનું સત્તાવાર નામ પણ આજવા એમ્યુઝમેન્ટ થીમ એન્ડ એડવેન્ચર પાર્ક ઓફ ઇન્ડિયા (આતાપી) છે.
આજવા ખાતે નવનિર્મિત થીમ પાર્ક તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ થીમ પાર્કમાં વડોદરામાં પહેલાં ન હોય તેવી રાઇડ્‌સ સાથે સહેલાણીઓ માટે મનોરંજનની વિવિધ સુવિધાઓ રાખવામાં આવી છે. જેમાં ચકડોળ કે જે ધીરે-ધીરે ઉપર સુધી લઇ જાય તેવી રાઇડ, બાળકોના મનોરંજન માટે ડાયનોસોરની પ્રતિકૃતિ જ્યારે યુવાનો અને તમામ વયના લોકો માટે પ્રથમ વખત બોટિંગ કરી શકાય તેવું તળાવ પણ ઊભું કરવામાં આવ્યું છે. આ પાર્કમાં સેન્ટર પ્લાઝા, ફાઉન્ટેઇન, પેન્ડ્યુલમ, તગાડા રાઇડ, વોટર ઝોમ્બિંગ, જાયન્સ સ્વિંગ જેવી રાઇડ્‌સ પણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY