દ્વારકાના ચીટર સામે પોલીસ ફરિયાદ
સુરત, તા. ૧૨
ડોલર આપવાની નામે રૂપિયા ૫.૫૦ લાખ પડાવી લેનાર દ્વારકાના આકાશ બારડ વિરુદ્ધ નાનપુરાના વેપારીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનપુરા નાતાલી શેરીમાં રહેતા વેપારી પીયૂષ હરીશભાઈ ગણેશવાલાએ આરોપી આકાશ ઉર્ફે વિશાલ વિનોદ બારડ (રહે. દ્વારકાધીશ મંદિર પાછળ, દ્વારકા) વિરુદ્ધ આપેલી ફરિયાદ મુબજ આરોપીએ ફરિયાદીનો સંપર્કકરી રૂપિયાના બદલામાં ડોલર આપવાની વાત કરી હતી. આરોપી ફરિયાદી ગેટ-વે હોલ, તથા સરગમ શોપિંગ સેન્ટર પાસે મળીને રૂ. ૫.૫૦ લાખ પડાવી લઈ ડોલર કે રૂપિયા આપ્યા નહીં.
ઉમરા પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





