વડોદરા,તા.૧૫
લોકસભાની ચૂંટણીના ઉમેદવારો કોણ હોવા જાઈએ તેને લઇને હાલ ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપે ૨૬ બેઠકો પર નક્કી કરેલા ત્રણ ત્રણ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે, અને પોત પોતાના મતવિસ્તારમાં અલગ અલગ અભિપ્રાયો લેવા માટે નિરીક્ષકો કાર્યકરોને સાંભળી રહ્યા છે.
શુક્રવારે સેન્સ લેવા પહોંચેલા નિરીક્ષક પંકજ દેસાઈએ પીએમ મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડશે કે નહીં તેને લઇને સસ્પેન્સ ખતમ કરી નાખ્યું હતું. શુક્રવારે તેમણે એક નિવેદન આપતા જણાવ્યું કે, પીએમ મોદી લોકસભાની ચૂંટણી વડોદરા સીટ પરથી લડી શકે છે. તેમની આ જાહેરાતથી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. નિરીક્ષક પંકજ દેસાઈએ જે વખતે પીએમ નરેન્દ્ર મોદી વિશે નિવેદન આપ્યું ત્યારે ત્યાં જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઈ, દર્શનાબેન વાઘેલા નિરીક્ષક તરીકે હાજર હતા.
હવે નિરીક્ષકો દ્વારા લોકસભાની ચૂંટણી માટે જે દમદાર દાવેદારો હશે તેની યાદી બનાવી મોવડી મંડળને સોંપાશે. શુક્રવારે વડોદરામાં ભાજપ નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે અને ટીકીટના દાવેદારોને લઇને શકિત પ્રદશન કર્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




