નર્મદા પોલીસે શરૂ કરી ભલાઈ ની દીવાલ માં શું છે ભલાઈ જાણો…

0
78

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ભલાઈની દીવાલ નામના સેવાકીય કાર્યની શરૂઆત 

 

રાજપીપળા :હાલ ફેશન એટલી હદે વધી ગઈ છે કે કપડાં,બુટ અથવા કોઈ પણ જીવનજૂરિયાતની વસ્તુઓ ખરીદીએ એની બીજી જ સેકન્ડે એ તમામ વસ્તુઓનું અપગ્રેડેશન કરી કંપની માર્કેટમાં મૂકી દે છે.જેને લોકો ખરીદે છે .બીજી બાજુ દેશમાં અમુક વર્ગ એવો પણ છે કે જેમને શરીરે સારા કપડાં કે પગમાં પગરખાં પહેરવા પણ નસીબ નથી હોતા.ત્યારે જૂના થઇ ગયેલા કપડાં,પગરખાં ફર્નિચર સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ ફેંકી દેવા કરતા ગરીબ અને જરૂરિયાત મંદોને કામ આવે એ માટે નર્મદા જિલ્લા સ્પોટ્સ એસોિએશન અને સુરક્ષા સેતુ સોસાયટીએ રાજપીપળા ખાતે  ભલાઈની દીવાલ નામે એક સેવાકીય કાર્યની શરૂઆત કરી. જેમાં રાજપીપળા પોલીસ લાઈનની એક દીવાલને ભલાઈની દીવાલ નામ આપવામાં આવ્યું અને ત્યાં જ મોટા મોટા બોક્સ મુકવામાં આવ્યા,આમ કરવા પાછળનો હેતુ એવો છે કે જુના થઈ ગયેલા જે વપરાશમાં લેવાતા જ ન હોય એવા કપડાં,પગરખાં આ બોક્સમાં મૂકી જાય અને જે પણ જરૂરિયાત મંદને જરૂરી હોય એ ત્યાંથી લઈ પણ જાય.

ભલાઈની આ ભલાઈ ની દિવલને નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા,ડીવાયએસપી રાજેશ પરમાર,નર્મદા જિલ્લા બાર એસોસીએસસન પ્રમુખ વંદનાબેન ભટ્ટ,એડવોકેટ અશ્વિનાબેન શુક્લ,રાજપીપળા સ્પોર્ટ્સ એસોસિએશન પ્રમુખ ડો.નૈષધ પરમાર પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા સહિત રાજપીપળાના રહેવાસીઓ ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી.રાજપીપળા સ્પોર્ટ્સ એસોસીએશન ટીમે આ સેવાકીય કાર્યની શરૂઆત કરવા અને કાર્યક્રમને સફળ બનાવવા મેહનત કરી હતી.લોકો આ મામલે જાગૃત થાય એવા પ્રયાસો હાથ ધરવા તથા મોટી સંખ્યામાં લોકો ભાગ લે એવી પોલીસ વડાએ લોકોને અપીલ કરી હતી.આ કોન્સેપ્ટના વિચારક મુકેશ નેગી (AIO) દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બની કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY