જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે વાહન વ્યવહાર બંધ : ભરૂચ

0
112

ભરૂચ,
૦૭/૦૩/૨૦૧૮

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાને ધ્યાને લઇ તા.૧૫/૦૩/૨૦૧૮ થી તા.૨૮/૦૩/૨૦૧૮ સુધી ઉક્ત હુકમ મુલતવી

જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે તા.૨૯/૩/૨૦૧૮ થી તા.૨૭/૦૪/૨૦૧૮ સુધી દિન-૩૦ માટે કસક સર્કલથી શિતલ સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના યુ ટર્નથી શિતલ સર્કલ સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ : કસક નાળા ઉપરથી વાહન વ્યવહાર બંધ

ફોર લેન બ્રીજ વીથ એપ્રોચીઝ એક્રોસ રીવર નર્મદા નીયર ગોલ્ડન બ્રીજ ઓન ઓલ્ડ ને.હા.-૮ કી.મી. ૧૯૩/૮ થી ૧૯૫/૨ ની કામગીરી શીતલ સર્કલ ઉપર શરૂ કરવાની હોઇ, તા.૧૫/૦૩/૨૦૧૮ થી તા.૧૩/૦૪/૨૦૧૮ સુધી દિન-૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના યુ ટર્નથી શીતલ સર્કલ સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ કરવા તથા કસક નાળા ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવા તથા ગોલ્ડન બ્રીજ પરથી ટુ વિલર સિવાયનો તમામ વાહન વ્યવહાર બંધ કરવા અગાઉ જાહેરનામું કરેલ. પરંતુ જિલ્લા શિક્ષણાધિકારીના પત્ર મુજબ તા.૧૨/૦૩/૨૦૧૮ થી તા.૨૮/૦૩/૨૦૧૮ દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડની પરીક્ષા યોજાનાર છે. નેશનલ હાઇવે અને સરદાર બ્રીજ ઉપર વારંવાર ટ્રાફીક જામ થાય છે તેથી સમયસર પ્રશ્નપત્રો અને ઉત્તરવાહીઓ પહોંચાડી શકાય તેમ નથી તેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તા.૧૫/૦૩/૨૦૧૮ થી તા.૨૮/૦૩/૨૦૧૮ સુધી આ હુકમ મુલતવી રાખવા રજૂઆત કરેલ છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ સંદિપ સાગલેએ અગાઉનું જાહેરનામુ રદ કરીને તેમને મળેલી સત્તાની રૂ એ તા.૨૯/૦૩/૨૦૧૮ થી તા.૨૭/૦૪/૨૦૧૮ સુધી દિન-૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના યુ ટર્નથી શીતલ સર્કલ સુધીનો રસ્તો ભારે વાહનો માટે બંધ કરવા તથા કસક નાળા ઉપરથી વાહન વ્યવહાર બંધ કરવા આથી હુકમ કરવામાં આવેલ છે.

આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

(1) વડોદરા તરફના ટુ વ્હીલર વાહનો શીતલ સર્કલ, કસક સર્કલ થઇને પોલીસ ચોકીની બાજુમાંથી નગરપાલિકા વિસ્તારનો સી.સી. રોડ પર થઇ ગુરૂદ્વારાની બાજુમાં થઇને ગોલ્ડન બ્રીજ થઇ અંકલેશ્વર-સુરત તરફ ડાવર્ટ કરવા (આ રસ્તા પરથી માત્ર ટુ વ્હીલર વાહનો જઇ શકશે).

(2) સુરત-અંકલેશ્વર તરફના ટુ વ્હીલર વાહનો ગોલ્ડન બ્રીજ પર થઇને કસક નાળા પહેલા જમણી બાજુ થઇ મસ્જીદની બાજુમાં પસાર થતો નગરપાલિકાના સી.સી. રોડ પર થઇને કસક સર્કલથી શહેરમાં જતા કસક નાળા પહેલા મુખ્ય રસ્તામાં અવર-જવર માટે ડીવાઇડર નજીકથી કસક સર્કલ થઇ શીતલ સર્કલ થઇ વડોદરા તરફ ડાયવર્ટ કરવા(આ રસ્તા પરથી માત્ર ટુ વ્હીલર વાહનો જઇ શકશે).

(3) એ.બી.સી. સર્કલ તરફથી આવતી ખાનગી કંપનીઓની લકઝરી બસો તથા ભારે વાહનો ભોલાવ ઓવરબ્રિજ સામેના યુ ટર્ન સુધી આવે અને ત્યાંથી પરત જાય તે રીતે વાહનો ડાયવર્ટ કરવા.

(4) એ.બી.સી. સર્કલ તથા શક્તિનાથ સર્કલ તરફથી ભોલાવ ઓવરબ્રિજ થઇને આવતા ભારે વાહનો કોલેજની બાજુમાંથી પસાર થતા પાકા ડામરના રોડ ઉપર થઇ જ્યોતિનગર, શુભમ સોસાયટી સામે બસ સ્ટેશન તરફ ડાયવર્ટ કરવા તેમજ એસ.ટી. બસો ઝાડેશ્વર – જ્યોતિનગર થઇ કસક સર્કલ થઇ હાલ કામચલાઉ ઉભા કરવામાં આવેલ ભોલાવ ખાતેના બસ સ્ટેન્ડમાં જાય છે તે બસોને ઝાડેશ્વરથી નર્મદા ચોકડી થઇ એ.બી.સી. ચોકડી થઇ ભોલાવ એસ.ટી. ડેપો ખાતે ડાયવર્ટ કરવી.

શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્તાર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવેલ છે. ગોલ્ડન બ્રિજ પરથી માત્ર ટુ વ્હીલર વાહનો અવર-જવર કરી શકશે, ફોર વ્હીલરો તથા અન્ય ભારે વાહનોએ ઝાડેશ્વર થઇ વડોદરા – સુરત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.૮ પરથી અવર-જવર કરવાની રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY