ભરૂચના વેજલપુર વિસ્તારમાં ઝાડા ઉલટી કેસોમાં વધારો થતાં સ્થાનિકોમાં આક્રોશ

0
207

જિલ્લા આરોગ્યની દ્રારા ૧૦ ટીમો બનાવી સર્વે કરાયા પાણીના નમૂનાઓ પણ લેવાયાં….

ભરૂચના વેજલપુર વિસ્તારમાં ચાર દિવસથી ઝાડા ઉલટીના કેશમાં વધારો થતાં સ્થાનિકોએ નગર પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ;
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વેજલપુરમાં છેલ્લાં ચાર દિવસથી પીવાના પાણીના કારણે સ્થાનિકો માં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થવા પામ્યો છે. શહેરમાં ગરમી અને ઉપર થી પીવાના પાણીમાં કોઈ કારણવશ સ્થાનિકનો ઝાડા ઉલટીમાં સપડાયા છે.જેના કારણે લોકોને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે.જેના કારણે સ્થાનિકોમાં નગર પાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
જે અંગે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી વી.એસ.ત્રિપાઠીએ જણાવ્યું હતું. કે આરોગ્ય વિભાગએ ૧૦ ટીમો બનાવી વેજલપુર વિસ્તારમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યું હતો.
જેમાં પ્રથમ પાણીના નમૂના લેવડાવી અને કઈ કઈ જગ્યાઓ પર લાઈન લીકેજ છે તે પણ જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.તેમાં જાણવા મળ્યું હતું કે નગર પાલિકા દ્રારા પીવાના પાણીમાં કલોરિંનનું પ્રમાણ ઓછું આવવાના કારણે આવું બન્યું હોવાની માહિતી આપી હતી.તેથી આરોગ્ય વિભાગ દ્રારા નગરપાલિકા ના મુખ્ય અધિકારીને સૂચના આપવામાં આવી હતી.અને વેજલપુરમાં પૂરું પાડવામાં આવતા પીવાના પાણીમાં કલોરિંનનું પ્રમાણ વધારવા જણાવ્યું હતું.

આરોગ્ય વિભાગએ વેજલપુરનો સર્વે કર્યો હતો.જેમા વેજલપુરની કુલ વસ્તી ૬૮૩૬માં કુલ ૧૮૫૯ ઘરોનો સર્વે આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ ઓ.આર.એસના ૨૦૦૦ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.હાલમાં પરિસ્થિતિ કાબુ હોવાનું જાણવા મળ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY