ભરૂચઃ
આગામી ૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થાઉપના દિનની ઉજવણી રાજ્યત સરકારે ભરૂચ જિલ્લામાં ઉજવવાનું નિરર્ધારિત કરતાં ભરૂચ જીએનએફસીના સભાખંડમાં ભરૂચ જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્યજ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્ય-ક્ષપણા હેઠળ મળેલી બેઠકમાં મંત્રીએ રાજ્યરકક્ષાની ૧ લી મે ની ઉજવણી આન-બાન-શાનથી અને વધુને વધુ લોકો ભાગ લઇને ઉત્સારહપૂર્વક ઉજવાય તેવી અભિલાષા વ્ય્ક્તઆ કરી હતી. તા.૦૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ દરમ્યાકન વિવિધ દિવસોની ઉજવણી વહીવટીતંત્ર ધ્વા રા હાથ ધરાઇ છે જેમાં વધુને વધુ લોકોને જાણ થાય અને સરકારી વિવિધલક્ષી યોજનાઓનો લાભાર્થીઓને લાભ આપવાનો આ એક સોનેરી અવસર છે.
દક્ષિણ ગુજરાત વિજ કંપનીના અધિકારીઓ સાથે વિજળીને લગતી ચર્ચાઓ કરી જિલ્લામાં ઉર્જા અંગેનો ચિતાર મેળવ્યોન હતો. કોઇ પણ સંજોગોમાં વીજ ચોરી સાખી લેવાશે નહી. આ બાબતે પોલીસ બંદોબસ્તા સાથે જે વિસ્તાોરમાં વીજ ચોરી થાય છે ત્યાં૧ વીજ ચોરી અટકાવવા વિવિધ પગલાં ભરી અટકાયત કરવા જણાવાયું હતું. આ ૧ લી મેની ઉજવણીના ભાગરૂપે ૬૬ કેવી સબસ્ટેરશનો, ખાતમૂર્હુતો/લોકાર્પણો કરવાના થાય તેની વિગતો જિલ્લા કલેક્ટરને પુરી પાડવા જણાવાયું જેથી મંત્રીના હસ્તેર આ કામગીરી કરી શકાય. જિલ્લા પોલીસ તંત્ર સાથે જિલ્લાની કાયદો અને વ્ય્વસ્થાલ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આજે મળેલી બેઠકમાં ધારાસભ્યઆસર્વ દુષ્યંીતભાઇ પટેલ, અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટાર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડા સંદિપ સીંગ, નિવાસી અધિક કલેક્ટ્ર સી.બી.બલાત, પ્રાયોજના વહીવટદાર અસારી, અધિકારીઓ ઉપસ્થિંત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"