મોડલ રાજ્ય ગુજરાતમાં રાજવી પેલેસમાંથી લાખોની ચોરી
વાંકાનેરમાં આવેલા રણજીતવિલાસ પેલેસમાં ચોરીના બનાવથી ચકચાર મચી છે અને રાજવી પરિવારના પેલેસમાં ચોરીની જાણ થતા વાંકાનેર સીટી પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બનાવની તપાસ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ગત તા. ૧૬ થી ૧૯ દરમિયાન ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગેલેરીની બારીનો કાચ તોડી તસ્કરોએ પેલેસમાં પ્રવેશ કર્યો હતો અને પેલેસમાં રહેલી રાજવી પરિવારની ચાંદીની કીમતી ચીજવસ્તુઓમાં હાથફેરો કર્યો છે જેમાં ચાંદીની કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી છે તો રાજવી પેલેસમાં ચોરીના બનાવની જાણ થતા પોલીસ દોડતી થઇ હતી વાંકાનેર સીટી પીઆઈ ટીમ ઉપરાંત જીલ્લાના અધિકારીઓ દોડી ગયા હતા અને ડોગ સ્કવોડ તેમજ એફ એસ એલ ટીમની મદદ થી તસ્કરોને ઝડપી લેવાની કવાયત પોલીસે આદરી છે તેમજ ચોરીના બનાવ અંગે વાંકાનેર સ્ટેટ યુવરાજે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે
રાજાશાહી વખતની કીમતી ચાંદીની વસ્તુઓ જેને એન્ટીક કહી સકાય તેવી કીમતી ચીજની ચોરીથી ખળભળાટ મચી જવા પામ્યો છે તો મોડલ સ્ટેટ ગુજરાતમાં રાજવી પરિવારનો પેલેસ સુરક્ષિત રહ્યો નથી ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા કેટલી છે તે પણ સમજી સકાય તેમ છે. હાલ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે અને ચોરીનો સતાવાર આંક મેળવી શકાયો નથી જોકે કીમતી ચાંદીની વસ્તુઓ ચોરી થતા ચોરીનો આંક લાખોમાં થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે
રાહુલ નગવાડિયા
મોરબી
9737075717
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





