લાઠી-ગોળી ખાઇને પણ ૨૧ ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરીશુંઃ શંકરાચાર્ય

0
10

શંકરાચાર્ય ૧૭મીએ અયોધ્યા કૂચ કરશે
અયોધ્યા,તા.૧૨
દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ અંગે એક મોટું નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું છે કે હવે તેઓ સ્વયં રામમંદિરના નિર્માણ માટે પહેલ કરશે. ૧૭ ફેબ્રુઆરીના રોજ હું પ્રયાગથી અયોધ્યા કૂચ કરી જઇશ. ર૦ ફેબ્રુઆરીએ એક વિરાટ સભા યોજાશે અને ર૧મી ફેબ્રુઆરીએ રામમંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ દરમિયાન અમને જા કોઇ રોકવાનો પ્રયાસ કરશે તો અમે લાઠી અને ગોળી ઝીલવા પણ તૈયાર છીએ.
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ તો સતત આવતી રહે છે. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. હવે લોકસભાની ચૂંટણી યોજાશે, પરંતુ અમે અયોધ્યાના શિલાન્યાસનો કાર્યક્રમ કોઇ પણ સંજાગોમાં મોકૂફ રાખીશું નહીં. જરૂર પડે જેલમાં જવા પણ તૈયાર છીએ.
શંકરાચાર્ય સ્વરૂપાનંદે તમામ રામભકતોને એક એક ઇંટ સાથે અયોધ્યામાં આયોજિત શિલાન્યાસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચવા અપીલ કરી છે. શંકરાચાર્યનો દાવો છે કે અમને અખાડા પરિષદના અધ્યક્ષ અને રામાનંદ સંપ્રદાયના સંતોનું પણ સમર્થન પ્રાપ્ત છે અને તેઓ પણ અમારી સાથે અયોધ્યા કૂચ કરી જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY