વલસાડ મામલતદારે સીઝ કરેલા ૩૪ લાખના મુદ્દામાલ સંદર્ભે પોલીસ ફરિયાદ

0
244

વલસાડના મામલતદાર દ્વારા તા.૪/૫/૧૮ના રોજ ગુંદલાવ જુની જી.આઇ. ડી.સી.માં રાખવામાં આવેલા રૂા. ૪ લાખની કિંમતના ૪૦૦ કટ્ટા ઘઉંનો જથ્થો, ગોડાઉનમાં રૂા.૧૨ લાખની કિંમતના ૬૦ હજાર કિ.ગ્રા. ખુલ્લા ઘઉં, ટ્રક રૂા.૧૮ લાખ, વજનકાંટો એક હજાર રૂપિયા તેમજ કલોઝર મશીન રૂા.પાંચ હજાર મળી કુલ ૩૪.૦૬ લાખની રકમનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જે અંગે રજૂ કરેલા બીલોનું દાહોદ, પાટણ તથા ચીખલી ખાતે તપાસણી કરાવતાં જથ્થો પ્રાથમિક દૃષ્ટિજએ શંકાસ્પેદ જણાતાં વલસાડ કલેક્ટલરે માલતદાર વલસાડને પ્રકાશભાઇ બલ્લુભાઇ નાયકા સમક્ષ પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યોસ હતો. જે સંદર્ભે વલસાડ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY