વલસાડના વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાને વિવિધ કારકિર્દી અંગેની માહિતી પૂરી પાડવા તા.૨૬/૫/૧૮ના રોજ સાંજે ૮-૩૦ કલાકે મધુસ્મૃ તિ હોલ, કસ્તુરબા હોસ્પિટલની બાજુમાં, વલસાડ ખાતે વિવિધ સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-૧૦ અને ૧૨ પછી શું કરવું? તે અંગે વિવિધ માહિતી પૂરી પાડવામાં આવશે. આ સેમિનારમાં આવનાર પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓને ૨૦૦ પાનાની કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકા વિનામૂલ્યે આપવામાં આવશે. આ સેમિનારના મુખ્ય વક્તા દિપેશ શાહ રહેશે. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણ ઉપસ્થિત રહેશે. આ સેમિનારમાં વલસાડ શહેર તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ-વાલીઓને લાભ લેવા અનુરોધ કરાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





