વલસાડમાં મેઘાની ભારે તારાજીથી જનજીવન ખોરવાયું, અનેક ગામોને કરાયા એલર્ટ

0
27

વલસાડ,તા.૧૭
દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વલસાડમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો મળી રહી છે. વરસાદના કારણે નનકવાડા વિસ્તારમાં આવેલા ૨૨ ઘરમાં વરસાદી પાણી ઘૂસવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ૩ દિવસથી લોકો કમર સુધી ભરાયેલા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે બાળકો પણ સ્કૂલે જઈ શકતા નથી.
ભારે વરસાદ હોવા છતાં વારંવાર તંત્રને ફરિયાદ કરી હોવા છતાં હજી વલસાડ પાલિકા કે તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી લોકોમાં ભારે રોષની સ્થિતિ જાવા મળી રહી છે. વલસાડ કલેકટર સીઆર ખરસાણે કિનારાના વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરી તંત્રને સાબદુ કરી દીધું હતું. વલસાડ તાલુકાના હનુમાનભાગડા, ઓવાડા, ધમડાચી, પાથરી, ઠક્કરવાડા, ઘડોઇ, જુજવા કાંજણરણછોડ, કાંજણહરિ, ભદેલી દેસાઇપાર્ટી, વેજલપોર અને લીલાપોરમાં નદીના તટ વિસ્તારથી દૂર રહેવા એલર્ટ કરાયા હતા.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ભેરવી રિવરગેજ સ્ટેશન પર ઔૈરંગાનદીની સપાટી ભયજનક સપાટીએ વહી રહી છે. જેને લઇ કિનારાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તાબડતોબ પહોંચવાના આદેશ કલેકટરે કર્યા હતા. આ સિવાય દ. ગુજરાતના વલસાડ, લીલાપોર, ભદેલી, હનુમાનભાગડાને જાડતા પીચિંગ પુલ ૩ ફુટ ઓવરફ્લો થઇ જતાં વાહનવ્યવહાર અને રાહદારીઓની અવરજવર બંધ કરી દેવાઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY