સૌરાષ્ટ્ર બન્યું જળબંબાકાર ; કોડિનારમાં ૧૧ , સુત્રાપાડા-ગોંડલમાં ૮ ઇંચ વરસાદ

0
16

રાજકોટ,તા.૧૭
સોમવારે સવારે ૬ વાગ્યાથી રાતના ૬ વાગ્યા સુધીમાં ગિરગઢડામાં ૨૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ સોમવારની સાંજના ૬થી મંગળવારની સવારના ૬ વાગ્યા સુધીમાં વધુ ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. કોડિનારમાં ૧૧ ઇંચ તો ગોંડલ પંથકમાં ચાર કલાકમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉનામાં વધુ ૭ ઇંચ અને સુત્રાપાડામાં ૮ ઇંચ વરસાદ નોંધાયો છે. વેરાવળમાં ૫ ઇંચ અને તાલાલામાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉના અને ગિરગઢડાના અસંખ્ય ગામાડાઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ધોરાજીમાં આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થતા દર કલાકે ૧૩૨૯ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમની સપાટી મેન્ટેન કરવા દર કલાકે ૧૪૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રÌšં છે. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમની ઉંચાઇ ૫૧ ફૂટ છે.
અમરેલીના વડિયાનો સુરવો ડેમ ઓવરફ્લો થતા દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાતથી ભારે વરસાદથી મોટા દેવળીયાની ફુલજરીયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી બળેલ પીપરીયા, ખીજડી કોટડા અને ફુલજર ગામ સંપર્ક વિહોણા બન્યા છે. મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો પણ પૂરના કારણે મોટા દેવળીયા ગામે અટવાયા છે.
જૂનાગઢ જિલ્લામાં સવારના ૬થી ૧૦ વાગ્યા સુધીમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો. જેમાં માણાવદરમાં ૮ ઇંચ, મેદરડામાં ૪ ઇંચ, વંથલી-કેશોદમાં ૩ ઇંચ, માળિયાહાટીના, માંગરોળમાં ૩ ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ
જામનગરના કાલાવડમાં ૧૨ કલાકમાં ૭ ઇંચ કોડીનાર તાલુકાના પાંચપીપળવા ગામે ૨૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. ૧૦ ઇંચ વરસાદને પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યાં, પાણી ભરાય જતા લોકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગોંડલના દેરડી(કુંભાજી), રાણસીકી, મોટીખિલોરી, પાટખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં ૪ કલાકમાં ધોધમાર ૮ ઈંચ .
ગોંડલના તાલુકાના ગામોની નદીઓ બની ગાંડીતૂર, દેરડી(કુંભાજી)ની કોલપરી,પાટખિલોરીની બાંભણીયાની નદી,વાસાવડની વાસાવડી નદી બની ગાંડીતૂર ગોંડલના વાસાવડ,પાટખિલોરી ગામમાં નદીના પાણી ઘૂસ્યા, ગોંડલના મેતાખંભાળીયા નજીક વાસાવડી નદીના પૂલ ઉપર નદીના પાણી ફરી વળ્યાં, દેરડી(કુંભાજી) મોટી કુંકાવાવ જતો વાહન વ્યવહાર થયો બંધ.
નદીઓમાં ઘોડાપૂર આવતા ભાદર ડેમની સપાટીમાં ૨ ફૂટના વધારા સાથે ડેમની કુલ સપાટી ૨૦ ફૂટે પહોંચી ઉનાના ચંદ્રકિરણ વિસ્તારમાં લોકોના ઘરમાં કમર સુધી પાણી ભરાયા, લોકોની ઘર વખરી વરસાદમા પલળી, ચંદ્રકિરણ વિસ્તારમાં ૫૦૦ જેટલા ઘરમા પાણી ઘુસ્યા, નગરપાલિકા દ્વારા મોટર પંપ મૂકી પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY