દ્વારકા,તા.૧
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સમુદ્ર વચ્ચે આવેલ બેટદ્વારકા જવા માટે ઓખાથી સમુદ્રમાં બોટ મારફતે યાત્રિકો બેટદ્વારકા પહોંચે છે. યાત્રિકો પાસેથી વસુલાતું ફેરીબોટનું ભાડું રૂ. ૮થી ૨૦ કરવામાં આવ્યું છે. આમ બેટદ્વારકા જતા શ્રદ્ધાળુઓને પણ મોંઘવારી નડી છે. છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ભાડાદરમાં વધારો કરવામાં ન આવતા ફેરીબોટ માલિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અનેક વખત રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા ફેરીબોટમાં ભાડુ વધારવા મંજુરી ન આપતા ફેરીબોટ માલીકોએ બોટ બંધ રાખી હડતાળ પાડી હતી. તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગર પણ અનેક રજુઆતો કરવામાં આવી હતી.
આખરે મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ખાનગી માલિકીની પેસેન્જર બોટના ભાડાદર વધારાની મંજુરી આપવામાં આવી છે. યાત્રિકો પાસેથી નવા ભાડાદર મુજબ ભાડું વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમા સોમવારથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેરી બોટમાં યાત્રિકો પાસેથી ૨૦ રૂપિયા ભાડુ વસુલવા મંજુરી આપવામાં આવી છે અને ૧ થી ૧૨ વર્ષની ઉંમરના બાળકો પાસેથી ૧૦ રૂપિયા ભાડુ વસુલવામાં આવી રહ્યાં છે.
યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ચાલતી ફેરી બોટમાં આખરે ગુજરાત મેરીટાઇમ બોર્ડે ભાવ વધારો મંજુર કરતા બોટ માલીકોએ રાહતનો દમ લીધો છે. યાત્રાધામ દ્વારકાથી ૩૦ કિમી દુર આવેલ બેટ-દ્વારકા જવા માટે અંદાજીત ૪ કિમી જેટલુ અંતર સમુદ્રમાં કાપીને ફેરી બોટ દ્વારા જઈ શકાય છે. જે ફેરીબોટમાં યાત્રિકો પાસેથી છેલ્લા ૧૦ વર્ષથી ફેરી બોટનો ભાવ માત્ર ૮ રૂપિયા હતો. જા કે છતા પણ ફેરીબોટ માલિકો દ્વારા યાત્રિકો પાસેથી નિયમ વિરુદ્ધ ભાડુ વસુલવામાં આવતું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





