વલસાડ,તા.૨
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દીપડાઓનો ગામમાં ફરતા નજરે ચડતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક દીપડાઓના આતંકથી આસપાસના લોકોમાં ભય ફેલાયેલો હોય છે. વલસાડ જિલ્લામાં દીપડો ફસાયાની ઘટના બની છે. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ આતંક મચાવ્યો હતો. જોકે, વન વિભાગે લગાવેલા જાળમાં ફસાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાળમાં ફસાયેલા દીપડાને પાંજરે પૂરવા ટ્રેંક્યુ લાઇઝ કરવા માટે વિશેષ ટીમ બોલાવાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ જિલ્લાના કપરાડાના મોટાપોંઢાના સિંગાડ ફળિયા અને આસપાસના વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. જેના પગલે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. અને વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યાએ ફંદા મુક્્યા હતા. શનિવારે વનવિભાગે મુકેલા ફંદામાં દીપડો ફસાયો હતો. જેની જાણ થતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે જાણ થતાં વન વિભાગ સ્થળ ઉપર પહોંચીને દીપડાને પાંજરે પુર્યો હતો. જેને જાવા માટે ગામ લોકોના ટોળા એકઠાં થયા હતા. ગામ લોકોએ પણ દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગની ટીમની મદદ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



