કોંગ્રેસ ઘૂસણખોરીઓનો બચાવ તેમના ભાઇ હોય તેવી રીતે કરે છેઃ શાહ

0
5

રાહુલ બાબા વડાપ્રધાન બનવાના સ્વપ્ન જુએ છે
નાગૌર,તા.૩૦
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે રાજસ્થાનના નાગૌરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરે મતદાન થવા જઇ રહ્યું છે, તેના પહેલા ચૂંટણી પ્રચાર જાર-શોરથી ચાલી રહ્યું છે. રેલીમાં અમિત શાહએ એનઆરસીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને લઇને તેમણે કોંગ્રેસની ઘેરી હતી.
તેમણે જણાવ્યું કે અમે આસામમાં ૪૦ લાખ ઘૂસણખોરોને પસંદ કર્યા, સંસદમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેમને દેશમાંથી કેમ કાઢી રહ્યા છો. ઘૂસણખોરી કરનારા લોકો અહીં બોમ્બ વિસ્ફોટ કરી રહ્યા છે, આપણા લોકો માર્યા જાય છે. કોંગ્રેસ ઘૂસણખોરીઓને એવી રીતે બચાવી રહ્યા છે જાણે કે તેઓ તેમના ભાઇ હોય. ૨૦૧૯માં મોદી સરકાર બન્યા બાદ એક-એક ઘૂસણખોરીઓને બહાર કઢાશે.
આ રેલીમાં શાહે જણાવ્યું કે રાહુલ બાબા દિવસમાં સ્વપ્નો ન જાવો, જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, આ દેશનો ચૂંટણી ઇતિહાસ જાઇ લો. તમને ખબર પડી જશે કે રાજસ્થાનનું શું થશે. અમિત શાહે જણાવ્યું કે હું જાણું છું કે રાજસ્થાનમાં જે ભાજપની સરકાર બનશે તેની નીવ મારવાડ અથવા નાગૌરમાં રાખવામાં આવશે.
ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે સચિન પાઇલટ મને પ્રશ્નો કરી રહ્યા છે, મારે તેમને જવાબ આપવાની જરૂર નથી. અમે જનતાને જવાબ આપી રહ્યા છીએ. મોદી સરકારે રાજસ્થાન માટે કેન્દ્રથી સંપૂર્ણ મદદ મોકલી છે. અહીં રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે ગામ-ગામમાં વીજળી-શૌચાલય ઉપલ્બધ છે.
નાગૌરમાં અમિત શાહે જણાવ્યું કે તમારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નિર્ણય લેવાનો છે. એક તરફ મોદી અને વસુંધરાના નેતૃત્વમાં દેશભક્તોની ટોળી જેવી ભાજપ પાર્ટી છે અને બીજી બાજુ ન કોઇ નેતા છે, ન નીતિ અને ના સિદ્ધાંત છે એવી રાહુલ બાબાની પાર્ટી છે, હવે નિર્ણય તમારે લેવાનો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY