યુવકની આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં અક્ષર ન મળતા હત્યાની આશંકા

0
11

વલસાડ,તા.૧૬
વલસાડ જિલ્લાના કપરાડાના મનાલા ગામના યુવાને નાનાપોંઢા-વાપી રોડ ઉપર આવેલા ગોરાડીયાના ઝાડ ઉપર પ્લાસ્ટિકની પટ્ટી વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. યુવક પાસેથી મળેલી સ્યૂસાઇડ નોટમાં બુરલા ગામની જે યુવતીને પ્રેમ કરતો હતો તે ન મળતા આત્મહત્યા કરતો હોવાનું લખાણ મળી આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે મનાલા ગામના ભોયા ફળિયામાં રહેતો સુનિલ ચીલુભાઇ ભોયા વાપી ખાતે આવે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગુરુવારે ગામમાં હાટબજાર ભરાતો હોય, સુનિલ નોકરીએ ગયો ન હતો.
સુનિલ તથા તેના પાંચ મિત્રોએ રાંધા ખાતે ગયા તા. અને એક્ટિવા લઇને પરત આવતી વેળાએ સુનિલ બાઇક પરથી પડી જતાં સ્થાનિક તબીબ પાસે પ્રાથમિક સારવાર પણ કરાવી હતી. જે બાદ નાનાપોઢાં વાપી રોડ પાસે શુક્રવારે સવારે સુનીલની લાશ બોક્સ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની પટ્ટી વડે ગોરાડીયાના ઝાડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
સ્થાનિકોએ જાણ કરતા સ્થળ ઉપર પહોંચેલી નાનાપોંઢા પોલીસની ટીમે લાશને નીચે ઉતારી હતી. જે બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક સુનીલના ખિસ્સામાંથી મળી આવેલી એક સ્યુસાઇડ નોટમાં, સુનિલે બુરલા ગામની યુવતીને પ્રેમ કરું છું તેવું લખાન તેની સહીં સાથે મળી આવી હતી. મૃતકના પરિજનોએ સુનિલ પાસેથી મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં હસ્તાક્ષર સુનીલના નહીં હોવાનો આક્ષેપ કરવા ઉપરાંત મૃતકની લાશ જમીનને અડી ગેયલી હોય તેની હત્યા કરાઇ હોવાની આશંકા દર્શાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY