પ્રેમિકા સાથેની તકરારમાં પ્રેમીનો ગળેફાંસો ખાઇ આપઘાત

0
6

વલસાડ,તા.૨૫
વલસાડના કપરાડાના ધોધડકુવા ગામે રહેતા ૨૪ વર્ષીય યુવક અને તેની પ્રેમિકા વચ્ચે કોઇ કારણસર તકરાર થઇ હતી. જે બાબતે યુવાનને માઠું લાગી આવતા તેણે રવિવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.
કપરાડા તાલુકાના ધોધડકુવાના મંદિર ફળિયામાં રહેતા વિરલ શંકરભાઇ પટેલ અને આમધા ગામની યુવતી મીનાક્ષી વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ બંધાતા વિરલ મીનાક્ષીને તેના ઘરે લઇ આવ્યો હતો. ત્યારબાદ બંને પતિ – પત્ની તરીકે રહેતા હતા.
દરમિયાન પ્રેમી-પ્રેમિકા વચ્ચે કોઇક બાબતે શનિવારે બોલાચાલી થઇ હતી. બોલાચાલી થયા બાદ વિરલ ઘરેથી નીકળી ગયો હતો. વિરલ પરત આવી જશે એવું સમજી પરિવારજનોએ શોધખોળ કરી ન્હોતી.
આ દરમિયાન શંકરભાઇના નાના પુત્ર હિરલે મોટાભાઇ વિરલે ગામના વિજય ફળિયામાં આવેલા લીમડાના ઝાડ ઉપર નાયલોની દોરી વડે ફાંસો ખાઇ જીવતર ટૂંકાવી લીધું હોવાની જાણ કરી હતી. જે બાબતે મૃતકના પિતા શંકરભાઇએ નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY