વલસાડ,તા.૫
જિલ્લા વન વિભાગની ગંભીર પ્રકારની નિષ્ક્રિયતા અને બેદરકારીભરી કામગીરીને કારણે વલસાડ પારડી, ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં દીપડાઓ ખુલ્લેઆમફરી રહ્યા છે. ગુરુવારે જામલીયા ગામના ભાંડારપાડા ફળિયામાં રેહતા ૬૫ વર્ષીય દેવરામભાઇ રાયજીભાઇ પવાર તેમના પુત્ર રમેશ સાથે બપોરે તેમની માલિકીના બકરાં તથા ઢોર ચરાવવા માટે ગામમાં આવેલા ડુંગર ઉપરગયા હતા. પુત્ર રમેશ કેટલાક પશુઓ સાથે થોડે દૂર ઊભો હતો. તે સમયે પિતા દેવરામભાઇની નજર અચાનક બે બચ્ચાંઓ સાથે આવી ચઢેલી દીપડી ઉપર પડતા તેઓ ફફડી ઉઠ્યો હતા.
નજર સામે મોતને જાતા દેવરામભાઇએ દીપડીને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. દીપડીએ ભાગવાને બદલે દેવરામભાઇ ઉપર હુમલો કરી દીધો હતો. જીવ બચાવવા દેવરામભાઇએ દીપડી સાથે બાથ ભીડી હતી. બંને વચ્ચે જીવસોસટની લડાઇ ચાલી હતી.
જે દરમિયાન દેવરામભાઇએ બૂમાબૂમ કરી મુક્તા તેમનો પુત્ર દોડી આવ્યો હતો. પુત્રએ હિંમત દાખવીને પિતાને બચાવવા માટે દીપડી તરફ દોટ મૂકી હતી. પોતાની પાસે હથિયારના નામે માત્ર લાકડી હોવા છતાં તેણે દીપડીને ડરાવી અને ત્યાંથી ભગાવી દીધી હતી. દીપડી સાથેની લડાઈમાં દેવરામભાઇના હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




