ન્યુ દિલ્હી,તા.૨૨
વડાપ્રધાન મોદી દ્વારા ફિટનેસ વીડિયો બનાવવા પાછળ કરવામાં આવેલા ખર્ચની જાણકારી rti દ્વારા માંગવામાં આવી છે. જેના પર ઁર્સ્ં તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે આ ફિટનેસ વીડિયો બનાવવા માટે કોઇ પણ ખર્ચ કરવામાં આવ્યો નથી. યોગ દિવસના એક અઠવાડિયા પહેલા ૧૩ જૂનના વડાપ્રધાને ટિ્વટર પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો.
આ વીડિયોમાં વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતો વીડિયો બનાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો બનાવવા માટે ૩૫ લાખ રૂપિયા ખર્ચ થયા હતા, આ આરોપને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે.
pmo તરફથી rtiના જવાબમાં કહેવામાં આવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, જેને બનાવવા પાછળ કોઇ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. વીડિયો વડાપ્રધાનના આવાસમાં જ બનાવવામાં આવ્યો છે. તેમજ વીડિયોગ્રાફી પીએમઓના કેમરામેન દ્વારા કરવામાં આવી હતી અને વીડિયો માટે કોઇ પણ ખરીદી કરવામાં આવી નથી.
આ અગાઉ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ પીએમ મોદી દ્વારા ફિટનેસ વીડિયો પર રૂ. ૩૫ લાખ ખર્ચ થવાની વાત નકારી હતી. જેના પર કોંગ્રેસ નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ટિ્વટર પર મોટી બહસ પણ ચાલી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





