વલસાડ,તા.૨૫
વલસાડના ભીલાડના નરોલી ફાટક નજીક હાઇવે ઉપર મોડી રાત્રે પાન પાર્લર ખુલ્લું હતું. જેના પગલે ભીલાડના પીએસઆઇ એન.આર.મકવાણા અને પોલીસ કર્મીઓએ ગ્રાહકો અને દુકાનદારને બીભત્સ ગાળો બોલીને તેમના ઉપર દંડાવાળી કરી હતી. પોલીસની દંડાવાળીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. સાથે સાથે ભોગ બનનાર દુકાનદારે પીએસઆઈ મકવાણા વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખીતમાં ફરિયાદ કરી છે.
પાન પાર્લરમાં લગાવેલા સીસીટીવીમાં દેખાય છે તે પ્રમાણે પોલીસની વાન પાર્લર પાસે આવીને ઊભી રહે છે. તેમાંથી પીએસઆઇ અને અન્ય પોલીસકર્મીઓ ઉતરીને પાન પાર્લર પાસે આવે છે. ત્યારે પાર્લર ઉપર બે ગ્રાહકો અને દુકાનદાર હાજર છે. પીએસઆઇએ પહેલા ગ્રાહકનો ઝાપટ મારીને ભગાડ્યો હતો. ત્યારબાદ પીએસઆઇએ દંડો મંગાવીને બીજા ગ્રાહકને પાછળના ભાગે દંડાવાળી કરી હતી. ત્યારબાદ પાર્લર પર એકલો માલિક બચ્યો હતો. અને ત્યારબાદ પીએસઆઇએ માલિક ઉપર દંડાવાળી કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




