તા.૧૩મી જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

0
4

કોર્ટમાં પડતર કેસોનું ભારણ ઘટાડવા જિલ્લા અને તાલુકા કક્ષાએ આયોજન
વલસાડ, તા.૧
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે વલસાડ જિલ્લાના પડતર કેસોનું ભારણ ઘટાડવા કોર્ટમાં દાખલ થયેલા અને દાખલ થવા પહેલાના પ્રી-લીટીગેશનના કેસોના નિકાલ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ ૧૩મી જુલાઇ, ૨૦૧૯ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસોનો નિકાલ થતો હોવાથી ભવિષ્યમાં વિવાદ થવાની સંભાવનાથી છુટકારો મળે છે. આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ઇલેકટ્રીસીટી-પાણીના બીલને લગતા કેસો, રેવેન્યુ કેસો, દિવાની (ભાડા, સુખાધિકારના કેસો, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા) પ્રકારના કેસો મુકી શકાશે. જે પક્ષકારો લોક અદાલતમાં કેસ મુકવા માંગતા હોય તેઅો વકીલ મારફત અથવા સીધો કોર્ટનો સંપર્ક કરી કેસ મુકી શકે છે. આ લોક અદાલતમાં સક્રીયપણે ભાગ લેવા કાનુની સેવા સત્તા મંડળ વલસાડના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ પી.જી.ગોકાણી દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY