વેકેશન દરમિયાન વર્કશોપમાં ભાગ લઈ શકાશે
વલસાડ, તા.૧
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.૦૪-૦૫-૨૦૧૯ થી ૦૬-૦૬-૨૦૧૯ સુધી ધોરણ ૭ થી ૧૦ ના બાળકો માટે વિવિધ શાખાઓમાં ત્રણ- ત્રણ દિવસોના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૪ થી ૬ મે દરમિયાન આર્ટ એન્ડ ક્રાફટ, ૭ થી ૯ મે દરમિયાન ઇન્ટીગ્રેટેડ સાયન્સ, ૧૦ થી ૧૨મી મે- મોડેલ રોકેટરી, ૧૬ થી ૧૮મી મે- એરો મોડેલિંગ, ૨૨ થી ૨૪ મે- ઇલેકટ્રીકલ એન્ડ ઇલેકટ્રોનીકસ, ૨૯ થી ૩૧ મે- જુનિયર રોબોટીકસ રહેશે. ભાગ લેનાર વિદ્યાર્થીઅો માટે તારા મંડળ શો, થ્રીડી શો, લીકવીડ નાઇટ્રોજન શો, ટેલીસ્કોપ દ્વારા આકાશ દર્શન, વિજ્ઞાન ફિલ્મ શો, વિજ્ઞાનના પ્રયોગ નિદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. આ કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે દરેક બેચમાં ફકત ૨૦ વિદ્યાર્થીઅોને પ્રવેશ મળનાર હોઇ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે સત્વરે નામ રજીસ્ટ્રેશન કરાવી લેવા તેમજ આ અંગે વધુ માહિતી માટે ફોન નં.૦૨૬૩૩-૨૪૨૦૧૨, ૯૯૭૯૧૭૦૭૯૭ પ્રજ્ઞેશ રાઠોડ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર કાર્યાલયનો સંપર્ક સાધવા જિલ્લા વિજ્ઞાન અધિકારી, ધરમપુર દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



