વલસાડ,તા.૨૦
દમણમાં જન્મદિવસ ઉજવીને ત્યાંથી છૂટક ફેરીયાઓ પાસેથી દારૂ અને બિયરની કુલ ૧૪૪ બોટલ સાથે સુરત આવતાં બે ઈસમોને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. મૂળ સૌરાષ્ટ્રના વતની બન્ને યુવકો પાસેથી પત્રકારના કાર્ડ પણ મળી આવ્યાં હતાં. હાલ પોલીસે દારૂનો જથ્થા સહિત કાર, મોબાઈલનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ અમરેલી જિલ્લાના વતની અને સુરતની અરહીંત સોસાયટીમાં રહેતા યોગેશ બટુક ખેર અને બીપીન રતિલાલ રવાણી સફેદ કરલરની હ્યુન્ડાઈ વર્ના કાર નંબર જીજે ૦૧ કેસી ૯૦૯૧ લઈને દમણથી સુરત તરફ આવી રહ્યાં હતાં. ત્યારે ધમડાચી પીરૂ ફળીયા પાસે ને હા ૮ પર પોલીસે કારને ઉભી રખાવીને તપાસ હાથ ધરી હતી. કારમાં દારૂની પેટીઓ હોવાનું જણાઈ આવતાં પોલીસ કારને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પંચની હાજરીમાં કારની તપાસ દરમિયાન કારમાંથી વ્હિસ્કીની ૧૪૪ બોટલ જેની અંદાજિત કિંમત ૮૮,૮૦૦ના અલગ અલગ બનાવટનો જથ્થો મળી આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



