ચાલુ ટ્રેનમાંથી અર્ધબેભાન અવસ્થામાં યુવકને ફેંકી દેતા ખળભળાટ

0
12

સુરત,તા.૨૦
ઉત્રાણ રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં રહસ્યમય રીતે પડી ગયેલા શ્રમજીવી યુવકને લોકોએ બહાર કાઢી ૧૦૮ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. અર્ધબેભાન અવ્યસ્થામાં શ્રમજીવીએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાયો હોવાનું કહેતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જાકે, ઘટનાની જાણ બાદ રેલવે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, લગભગ સવારે સાત વાગ્યાના અરસાનો ઉતરાણ રેલવે સ્ટેશન પરથી કોલ હતો. કોઈ અજાણ્યો ઇસમ રેલવે ટ્રેક પરથી તાપી નદીમાં પડી ગયો હોવાની માહિતી મળી હતી. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. ઘટના સ્થળે લોકોની મદદથી અજાણ્યા ઇસમને બહાર કાઢી ૧૦૮ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો.
૧૦૮નાં ડોકટરએ જણાવ્યું હતું કે, અજાણ્યો ઇસમ પોતાનું નામ ઓમપ્રકાશ ધર્મરાજ યાદવ હોવાનું અને સાયણના કારખાના રહી ત્યાં જ કામ કરતો હોવાનું જણાવી રહ્યો હતો. એટલું જ નહીં પણ રાત્રે સાડા આઠની લોકલ ટ્રેનમાં સાયણ જતી વખતે કેટલાક અજાણ્યા ઈસમોએ ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધો હોવાનું જણાવી રહ્યો હતો. જાકે આ બાબતે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY