ધો.૧૨ પાસ બહેનો માટે પીટીસી કોર્સમાં પ્રવેશ મેળવવા ઉત્તમ તક

0
31

પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવી
વલસાડ, તા.૨૭
ધોરણ-૧૨ પાસ થયેલી બહેનો માત્ર બે વર્ષનો ડી.એલ.એડ. (પી.ટી.સી.) કોર્સ કરી સરકારી નોકરી મેળવી શકે છે. આ કોર્સ બાદ સ્નાતક થવા માત્રથી ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ એમ બન્ને કક્ષાની શાળાઓમાં શિક્ષક બનવાની બેવડી તક મળે છે. દીકરીઓમાં આદર અપાવતો અને સમાજમાં આદરપાત્ર સ્થાન અપાવનારા આ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે વર્તમાનપત્રોમાં જાહેરાત આવ્યા બાદ તેમાં જણાવ્યા અનુસાર ઓનલાઇન અરજી કરવાની રહેશે. નિયત સમયે પ્રવેશ માટેની ઓનલાઇન રીસીપ્ટ મેળવી તેમાં દર્શાવેલા દિવસે ગાંધીનગર ખાતે હાજર રહી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. આ કોર્સમાં પ્રવેશ મેળવવા અંગે વધુ જાણકારી માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પારનેરા-પારડી, મધુમણી પાર્ક સામે, વલસાડનો રૂબરૂ અથવા મો.નં. ૯૪૨૭૮૭૦૧૮૫, ૯૯૭૯૦૦૫૪૫૫, ૯૬૩૫૨૦૦૬૮૧, ૮૧૪૧૯૪૨૦૯૭, ૯૫૫૮૮૦૮૯૩૮, ૮૪૬૭૧૯૮૫૪ અથવા ૯૭૨૭૯૨૦૩૯૫ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY