રાજપીપળા પાલિકા વોર્ડ-5 ની  પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ : કોંગ્રેસના શનીબેને અપક્ષ ઉમેદવારી નોંધાવી 

0
44

ભરત શાહ દ્વારા …

શનીબેન ઉમેદવારી ખેંચી લેતો : ભાજપના ઉમેદવાર હિનલ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવા વચ્ચે સીધી ટક્કર જામે  

રાજપીપળા : રાજપીપલા નગર પાલિકાના વોર્ડ 5 ની એક સભ્યની પેટા ચૂંટણી માટે ચૂંટણીનું જાહેરનામું પડી ગયું છે. આગામી 27 જાન્યુઆરીએ મતદાન થશે. ત્યારે અત્યાર સુધી કુલ 6 ફાર્મ ભરાયા જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે અને બરાબરીનો જંગ જામશે એવી સ્તિથી છે ત્યારે હાલ વોર્ડ નં.5 માં ચૂંટણીનો માહોલ જામ્યો છે.

રાજપીપળા વૉર્ડ 5 ની પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને આગામી 27 મી જાન્યુઆરી એ ચૂંટણી યોજાે અને 29 જાન્યુઆરીના રોજ પરિણામ જાહેર થશે પરંતુ હાલ ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો છે, ત્યારે સત્તા માટે નો અને પ્રતિષ્ઠા માટેનો પણ જંગ કહી શકાય કારણ કે જે સવર્ણ ગીતાબેનને સસ્પેન્ડ કરાવ્યા ભાજપે એજ ગીતાબેનની પુત્રી હિનલ વસાવાને ટિકિટ આપી માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષે 2015 ની ચૂંટણીમાં વૉર્ડ નંબર 5 માટે ભાજપે પુનઃ ગીતા વસાવાની દીકરી હીનલ મહેશ વસાવાને જ ટિકિટ ફાળવી છે. જયારે કોંગ્રેસે સામે ચંદ્રિકા દિલીપ વસાવાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સનીબેન વસાવાને ટિકિટ ના મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જો સનીબેન ઉમેદવારી પાછી ખેંચે તો કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર મા જીત નુ માર્જિન ઘણુ ઓછુ રહેશે.

ભાજપ ને બહુમતી માટે આ બેઠકની જરુર છે ત્યારે ગીતાબેન વસાવાને તેમનો બદલો વાળવાનો મોકો મળ્યો છે અને પોતની જગ્યાએ દિકરીને સદ્સ્ય તરિકે ચુટીને મોકલવા ખુબ મહેનત કરી રહ્યા છે. જ્યારે હાલ ભાજપ પાસે 12 બેઠકો છે અને કોંગ્રેસ અપક્ષ મળી 11 બેઠકો છે ત્યારે બહુમાતી માટે બન્ને પક્ષ એડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. ત્યારે મેદાન કોણ મારશે એતો આખરે વોડ 5 ના મતદારો જ નક્કી કરશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY