વલસાડ,તા.૫
સામાન્ય રીતે પ્રેમમાં નિષ્ફળતા મળવાના ડરથી પ્રેમી પંખીડા આત્મહત્યા જેવો રસ્તો અપનાવતા હોય છે. આવા કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. વલસાડમાં પણ પ્રેમી પંખીડાએ ઝાડ સાથે દોરી બાંધી લટકીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડના કપરાડાના ચાવાશાળામાં ઝાડની ડાળી સાથે યુવક અને યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવક વાડઘા ગામનો અને યુવતી ચાવશાળાની છે. યુવક યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાના કારણે બંનેએ સજાડે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, બંનેના મૃતદેહ જમીનને અડેલા હોવાથી અનેક આશંકાઓ ઊભી થાય છે. કપરાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



