પૂર્વ મુખ્ય સચિવનું ડ્રાઈવરના નામે ૨૫૦ કરોડનું જંગી રોકાણ,હાઈકોર્ટમાં પીટીશન

0
70

ન્યુ દિલ્હી,તા.૨૭
ગુજરાતના એક IAS અધિકારીએ પોતાના ડ્રાઈવરના નામે રૂ. ૨૫૦ કરોડનું બેનામી રોકાણ કર્યું હોવાના અહેવાલોને પગલે આ ડ્રાઈવરના નામે મિલ્કતની માહિતી આપનારા વિરલગીરી ગોસ્વામીએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરી છે.
આ કેસમાં એસીબીએ તપાસ શરૂ કરી હતી પરંતુ એક આઈએએસ અધિકારી અને પૂર્વ મુખ્ય સચિવનું નામ આવતા તપાસ બંધ કરી દેવાઈ હોવાનું જણાવી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની પીટીશનમાં માંગણી કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરનાર ભરતગીરી ગોસ્વામીની આવક કરતા સ્થાવર અને જંગમ મિલ્કતમાં કરોડો રૂપિયાનો તફાવત હોવાના અહેવાલો વચ્ચે એસીબીએ આ અંગે ગુનો દાખલ કરી ભરતગીરીના રૂ. ૧૧ કરોડની સ્થાવર અને જંગમ મિલ્કતો શોધી કાઢી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY