જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રગટ કરાયું

0
4

વલસાડ, તા.૧૧
વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સી.આર.ખરસાણે વલસાડ જિલ્લામાં જિલ્લા/ તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, વલસાડ, તથા જિલ્લાના તમામ તાલુકા સેવા સદનની બહાર કે જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૨૧ મી ડીસેમ્બર, ૨૦૧૮ સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્યકિતઅો/વ્યકિતઅોને એકી સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્યકિતઅોને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિતઅોને, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ પરવાનગી તેમજ સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્સામાં લાગુ પડશે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY