વલસાડ,તા.૧૩
રાજ્યમાં બ્લાસ્ટના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે ગઈકાલે ગાંધીનગરમાં આવેલી ઈન્સ્ટિટૂયટમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. ત્યારે આજે વલસાડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સેલવાસમાં આવેલી નરોડીની એક કંપનીમાં જારદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના લીઘે કામ કરતા ત્રણ કારીગરોના મોત થયા છે. તેમજ તમને જણાવી દઈએ કે, સ્ટીલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમજ સારવાર માટે અત્યારે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રિષ્ના સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તે સેલવાસમાં નરોલીના કનાડી ફાટકથી એકદમ નજીક છે. તેમજ આ બ્લાસ્ટના કારણે ત્રણ કારીગરોના મોત થયા હતા અને અન્ય કારીગરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.
તેમજ બે મજૂરની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જા કે અત્યારે પણ ઈજાગ્રસ્ત મજૂરોની હાલતમાં કોઈ સુધારો આવ્યો નથી. જા કે બ્લાસ્ટ કયા કારણે થયો હતો તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
જા કે અગાઉ પણ સેલવાસમાં આવેલી એક કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. વધુ એક ઘટના બનતા સમગ્ર વિસ્તારમાંમાં ચકચાર મચી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





