લાદેનના ઓપરેશનની જેમ મોદી સરકાર પણ એર સ્ટ્રાઈકના નક્કર પુરાવા આપે : દિગ્વિજય

0
561

ઇન્દોર,તા.૩
ભારતીય વાયુસેનાએ છેક પાકિસ્તાનમાં ૭૦ થી પણ વધારે કિલોમીટર સુધી અંદર ઘુસીને ૧૦૦૦-૧૦૦૦ કિલોના લગભગ ૬ બોમ્બ ફેંકિયા હતાં. જેમાં જૈશ-એ-મોહમ્મદના ૩૦૦થી પણ વધારે આતંકીઓના ઢીમ ઢળી ગયા હતાં. સેનાના આ પરાક્રમ પર દેશ આખો ગર્વ લઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસે આ હુમલાના પુરાવા માંગ્યા છે. એટલું જ નહીં કોંગ્રેસના નેતાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની બેમોઢે પ્રશંસા પણ કરી છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારને એર સ્ટ્રાઇકની સાબિતી આપવા કહ્યું હતું. એટલુ જ નહીં દિગ્વિજય સિંહે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પ્રશંસા કરી છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની વાપસીના સંબંધમાં કહ્યું હતું કે ઇમરાન ખાને સાબિત કરી દીધું છે કે તે એક સારા પાડોશી છે.
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર પીએમ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, જે રીતે અમેરિકાએ લાદેન વિશે સાબિતી આપી હતી તે રીતે કેન્દ્ર સરકારે પણ એર સ્ટ્રાઇકની સાબિતી આપવી જાઈએ.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઇન્દોરમાં મીડિયા સામે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પ્રશંસા કરી હતી. દિગ્વિજય સિંહ વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી પર કહ્યું હતું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન જીને અભિનંદન આપુ છું. તેમણે સાબિત કર્યું છે કે તે સારા પાડોશી છે. પાકિસ્તાને હવે આતંકી સરગના હાફિઝ સઇદ અને અઝહર મસુદને પણ ભારતને સોંપી દેવો જોઈએ તેમ પણ દિગ્વિજયે ઉમેર્યું હતું.
પાકિસ્તાની બે મોઢે પ્રસંશા કરતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે હું માનું છું કે પાકિસ્તાનની સરકારે ઘણી મોટી સદભાવના બતાવી છે. તે પણ એવા સમયે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વણસ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપણા પાયલોટને પાછો આપ્યો છે તે એક ઘણું સારું પગલું છે. પાકિસ્તાને હવે હાફિઝ સઇદ અને અઝહર મસુદને અમને સોંપી દે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY